પૂર્વ કચ્છ એલસીબીએ રાપરના પલાસવા ગામે દરોડો પાડીને કોંગ્રેસ તેમજ ભાજપના આગેવાનો સહિત ૬ ખેલીઓને ઝડપી પાડીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને આડેસર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. એલસીબીએ આ જુગારીઓ પાસેથી રોકડા રૂ. 38430/- તથા મો.સા.-1 કી. રૂ.20000/- મોબાઈલ ફોન-6 કી. રૂ.27500/- એમ કુલ 85,930/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ પૈકી (1) લખમણ નારણભાઇ સોલંકી (2) અરવિંદ ધારશીભાઈ લુહાર (3) મહેશ ધારશીભાઈ લુહાર (4) વેલજી ઉર્ફે પેથાભાઈ ડાયાભાઇ સોલંકી (5) રામજી હીરાભાઈ પ્રજાપતિ (6) ગણેશ જેમલભાઈ ઉમટ, રહે. તમામ પલાસવા, તા. રાપર નો સમાવેશ થાય છે આરોપીઓ પૈકી લખમણ સોલંકીએ રાપર તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય છે જ્યારે બીજા આરોપી પેથાભાઈ ઉર્ફે વેલજીભાઈ સોલંકી ભાજપના આગેવાન છે અને રાપર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે આ કામગીરીમા એમ.એસ.રાણા, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફનાં એએસઆઇ હરપાલસિંહ જાડેજા,પોલીસ હે.કો. મહેન્દ્ર સિંહ બી. જાડેજા,પો.કોન્સ. હેતુભા ભાટી જોડાયા હતા.