Home Crime વધુ એક વાર કચ્છનાં ક્રીક એરિયામાં પાકની બદમાશી, બે પકડાયા અને 11...

વધુ એક વાર કચ્છનાં ક્રીક એરિયામાં પાકની બદમાશી, બે પકડાયા અને 11 ભાગી ગયા..!

1138
SHARE
સરહદી જીલ્લા કચ્છમાં સોમવારે સવારે ફરી એકવાર નાપાક બદમાશી બહાર આવી હતી જેમા એક બોટ સાથે બે પાકિસ્તાની પકડાઇ ગયા હતા જયારે 11 ઘુસણખોર ભાગી ગયા હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો ભારતમાં ઘુસણખોરી કરતી વેળાએ પકડાઈ ગયેલા આ સખ્શો કયા ઇરાદાથી અહી આવ્યા હતા તથા તેમની પાસેથી શુ મળી આવ્યુ? તેની તપાસ ચાલી રહી છે પકડાયેલા શખ્સ ઉપરાંત અન્ય કોઈ બોટ કે વ્યક્તિઓ છે કે નહીં તે માટે સીમા સુરક્ષા દળ દ્વારા એક સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતુ.
કચ્છમાં આવેલી બીએસએફની ગુપ્તચર શાખા ‘જી’ બ્રાન્ચનાં નબળા નેટવર્કને લીધે છેલ્લા કેટલાક સમયથી બોર્ડર ક્રોસિંગની ઘટના સહીત કચ્છમાં સીમા સંબંધી હરકતોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે તેવામાં બીએસએફની 108મી બટાલિયને ઘુસણખોરીની ઘટનાને નિષ્ફળ કરવાનો પ્રયાસ કર્યો હતો રૂટીન પેટ્રોલિંગ વેળાએ ક્રીક એરિયામાં સામે પારથી હરકત જોવા મળતાં ભારતના જવાનોએ તે દિશામાં સ્પીડ બોટથી પીછો કર્યો હતો બીએસએફના જવાનોને જોઈને ભારતમાં ઘૂસી આવેલાં નાપાક તત્વોએ પાછા ફરવા માટે બોટ પણ દોડાવી હતી દરમિયાન ભારતના વિસ્તારમાં ઘૂસી આવેલા નાપાક શખ્સો પૈકી 11 તેમના એરિયામાં જવામાં સફળ રહ્યા હતા જ્યારે બે વ્યક્તિને એક બોટ સહીત ઝડપી લેવામાં આવ્યા હતા.
11 શખ્સ ભાગી જવાની ઘટનાને પગલે બીએસએફની જી બ્રાન્ચનાં ડીસી ઉપરાંત કચ્છનાં ડિઆઇજી પણ કોઈ સત્તાવાર વિગતો જાહેર ન કરવાને ઇરાદે બચતા જોવા મળ્યા હતા જોકે ગુજરાત ફ્રન્ટીયરનાં વડા એવા આઇજી જી.એસ.મલિકે બે શખ્સ પકડવાની વાતને સમર્થન આપ્યુ હતુ અને જી બ્રાન્ચના ડિઆઇજી એ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વાત જણાવી હતી.