Home Crime 1000 કરોડનુ ડ્રગ્સ લેવા આવેલા ભારતીય શખ્સની ધરપકડ : મુખ્ય ભેજાબાજ સુધી...

1000 કરોડનુ ડ્રગ્સ લેવા આવેલા ભારતીય શખ્સની ધરપકડ : મુખ્ય ભેજાબાજ સુધી પહોંચી શકશે એજન્સી ?

1307
SHARE
ડ્રગ્સ માફીયાઓ ગુજરાતના દરિયાને સોફ્ટ ટ્રાન્જીસ્ટ પોઇન્ટ બનાવી કરોડો રૂપીયાનો ડ્રગ્સનો કારોબાર ગુજરાતના દરિયાકિનારેથી કરવા મથી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે એજન્સીઓ તેને નાકામ ચોક્કસ બનાવી રહી છે પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે અત્યાર સુધી કરોડો રૂપીયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો તેને અંજામ આપનાર ફોલ્ડરીયા પકડાયા પરંતુ અત્યાર સુધી તપાસ એજન્સીઓ તેના મુળ સુધી પહોંચી શકી નથી જો કે કોસ્ટગાર્ડ અને ડી.આર.આઇ એ તાજેતરમાંજ કરેલા સંયુક્ત ઓપરેશનમાં ફરી એક વખત જ્યારે પાકિસ્તાની શખ્સો 1000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઇ ગયા છે ત્યારે ફરી તપાસ એજન્સીઓ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે કે આટલુ નુકશાન વેઠ્યા બાદ પણ એવા કોણ માફીયાઓ છે જે ગુજરાતની વાટે બરબાદીનો સામાન મોકલી રહ્યા છે? જો કે 1000 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં હવે માલ લઇ આવનાર 6 પાકિસ્તાની શખ્સો સાથે માલ લેવા આવેલા એક ભારતીય શખ્સની પણ ડી.આર.આઇએ ધરપકડ કરી છે જે તમામને જેલ હવાલે મોકલી દેવાયા છે.

ભારતમાં માલ ક્યાં સુધી જવાનો હતો હવે ખુલશે રાઝ ?

21 તારીખે મધરાતે ડી.આર.આઇ અને કોસ્ટગાર્ડે કરેલા ઓપરેશન બાદ 6 પાકિસ્તાની શખ્સો તો ઝડપાઇ ગયા હતા પરંતુ બે દિવસની તપાસ બાદ ડ્રગ્સ લેવા માટે ભારત તરફથી કોણ આવવાનુ હતુ તે સામે આવ્યુ ન હતુ જો કે મુખ્ય ભેજાબાજ એવા સફદ્દરઅલી શેખની પુછપરછ પછી ભારતની એક બોટના ટંડેલ રમઝાન ગની પલાણીની ભુમીકા સામે આવી છે જે તેના અન્ય સાગરીતો સાથે ડ્રગ્સનો જથ્થો લેવા આવવાનો હતો
તપાસ બાદ જામનગરના ગની પલાણીની આજે ધરપકડ સાથે કોર્ટમાં રજુ કરાયો હતો જો કે તમામ આરોપીને જેલહવાલે મોકલવાનો કોર્ટે હુકમ કર્યો હતો જો કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ભારતીય શખ્સ અને પાકિસ્તાનીની પુછપરછમાં વિશેષ શુ જાણવા મળ્યુ તે તપાસ એજન્સીઓએ જણાવ્યુ ન હતુ પરંતુ સ્પેશીયલ સરકારી વકિલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે આગળની તપાસમાં વધુ મોટા ખુલાસા થશે.

શું મુખ્ય ભેજાબાજો સુધી પહોંચી શકશે બાહોસ એજન્સીઓ ?

આમતો અત્યાર સુધી ઝડપાયેલા જથ્થા અને એજન્સીઓની મહેનત પરથી ચોક્કસ એવુ માની શકાય કે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના માફીયાઓના મનસુબાને ગુજરાતની એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યા છે પરંતુ સાથે તપાસ દરમ્યાન સુરક્ષામાં ચુક પણ સામે આવી છે ATS અને કોસ્ટગાર્ડના સયુંકત ઓપરેશનમાં થોડા સમય પહેલા જ્યારે કરોડોનો જથ્થો ઝડપાયો ત્યારે પણ અફઘાની ડ્રગ્સ માફીયાએ આ પહેલા જથ્થો ભારતમાં ઘુસાડ્યો હોવાની કેફીયત આપી તો તાજેતરમાંજ ઝડપાયેલા 1000 કરોડના હેરોઇનકાંડ મામલે પણ તપાસ દરમ્યાન સફદ્દરઅલી શેખે 15 દિવસ પહેલા ભારતીય દરિયાઇ સરહદમાં કરોડોના ડ્રગ્સ સાથે એન્ટ્રી કરી હોવાનુ કબુલાત કરી તો નારાયણસરોવર નજીક સાવલાપીરની દરગાહ સુધી પાકિસ્તાની પહોચી ગયા અને એજન્સીઓ ઉંધતી ઝડપાઇ આવી તમામ બાબતો દરિયાઇ સુરક્ષામાં ક્ષતી હોવાના આડકતરા પુરાવા પણ આપી રહી છે તેવામાં ડ્રગ્સ માફીયાઓના ઉંડા મુળીયા સુધી તપાસ એજન્સી પહોંચશે કે નહી? એ એક સવાલ છે કેમકે મોટો જથ્થો એજન્સીઓ ઝડપતી હોવા છંતા ડ્રગ્સ માફીયાઓએ પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે અને સફળ થયા હોય તો પણ નવાઇ નહી
પઠાણકોટના હુમલા પછી ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત શીર્ષક સાથે ઘણા માધ્યમોએ ગુજરાત રૂટનો ડ્રગ્સ માફીયાઓ ઉપયોગ કરી શકે છે તેવી શંકા વ્યક્ત કરી હતી જેમા ન્યુઝ4કચ્છે પણ એક અહેવાલ પ્રકાશીત કર્યો હતો અને જાણે એ સાચો સાબિત થઇ રહ્યો હોય તેમ ડ્રગ્સ માફીયાઓ ગુજરાત રૂટે જ કરોડો રૂપીયાનો ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા મથી રહ્યા છે જો કે કરોડોના કારોબારમાં ફોલ્ડરીયા કહી શકાય તેવા વ્યક્તિઓ તો એજન્સીના હાથે લાગે છે પરંતુ તેના મુળમાં પહોંચી તપાસ થાય તે જરૂરી છે જો કે જેલમાં રહેલા પાકિસ્તાની અને ભારતીય ડ્રગ્સ ફોલ્ડરીયાની અન્ય એજન્સીઓ પણ ગુપ્ત રીતે તપાસ કરી મહત્વની કડી મેળવવાનો પ્રયત્ન ચોક્કસ કરશે.