Home Crime ભુજ SOG એ કલાકોની મહેનત પછી સુમસામ બેટ પરથી ઝડપ્યુ 15 કરોડનુ...

ભુજ SOG એ કલાકોની મહેનત પછી સુમસામ બેટ પરથી ઝડપ્યુ 15 કરોડનુ ડ્રગ્સ 

1041
SHARE
કચ્છ અને ગુજરાતનો દરિયાકાંઠો હાલ કરોડોના ડ્રગ્સની હેરફેરને લઇને ચર્ચામાં છે હજુ થોડા સમય પહેલા જ જખૌ IMBL નજીકથી ડાયરેક્ટૉરેક્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ અને કોસ્ટગાર્ડે સયુંકત ઓપરેશન કરી 1000 કરોડનુ ડ્રગ્સ અને ડ્રગ્સ લઇ આવનાર પાકિસ્તાની અને ભારતીય કેરીયર એવા શખ્સની ધરપકડ પણ કરી છે ત્યાં પશ્ર્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રૃપે અન્ય એજન્સીઓને અંધારામાં રાખી બિનવારસુ ડ્રગ્સનો જથ્થો મેડી BOP નજીકથી ઝડપી પાડ્યો છે આમતો 1000 કરોડના ડ્રગ્સકાંડ મામલે ઝડપાયેલા પાકિસ્તાનીઓએ તપાસમાં જણાવ્યુ હતુ કે તેઓએ કેટલોક જથ્થો દરિયામાં ફેંક્યો છે પરંતુ તે તપાસ દરમ્યાન મળી આવ્યો ન હતો પરંતુ SOGને ગઇકાલે મળેલી બાતમીના આધારે તેઓએ નારાયણસરોવર નજીકના ક્રિક એરીયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને 1કિ.લોના 3 બિનવારસુ પેકેટ કલાકોની શોધખોળ બાદ મળી આવ્યા હતા SOG ની પ્રાથમીક તપાસમાં આ જથ્થાની કિંમત 15 કરોડ આંકવામાં આવી છે અને દરિયામા ફેકી દેવાયાલા જથ્થા પૈકીનો આ જથ્થો હોવાનુ અનુમાન છે.

કેવી રીતે SOG એ પાર પાડ્યુ ઓપરેશન?

બી.એસ.એફના પેટ્રોલીંગ એરીયામાં આવતા આ વિસ્તાર પર આમતો બી.એસ.એફ સતત ધ્યાન આપતુ હોય છે પરંતુ સ્પેશીયલ ઓપરેશન ગ્રૃપને બાતમી મળતા ગઇકાલે સવારે 9 વાગ્યાથી SOG સહિત પોલિસના ઉચ્ચ અધિકારીઓએ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને કલાકોની દરિયાઇ સફર બાદ મેડી BOP નજીક સર્ચ શરૂ કર્યુ હતુ અને કલાકો દલદલ અને રેતીમાં ચાલ્યા બાદ 3 પેકેટ શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જે મોડી રાત્ર સુધી ચાલ્યુ હતુ પ્રાથમીક તપાસ અને એફ.એસ.એલના પ્રાથમીક અભિપ્રાયમાં આ જથ્થો હેરોઇન હોવાનુ સામે આવ્યુ છે સમગ્ર ઓપરેશનમાં નલિયા સી.પી.આઇ સહિત SOG નો સ્ટાફ જોડાયો હતો.

DRI તપાસમાં જોડાશે વધુ જથ્થો મળવાની શક્યતા 

અન્ય એજન્સીઓને અંધારામા રાખી SOG એ કરેલા ઓપરેશન બાદ પ્રાથમીક તપાસમા હાલમાજ પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સના જથ્થા પૈકીનો આ જથ્થો હોવાનુ પ્રાથમીક અનુમાન છે જે આધારે હવે SOG સાથે DRI પણ તપાસમા જોડાશે અને મળેલો જથ્થો તપાસ માટે તપાસ એજન્સીને અપાશે જો કે હજુ પણ દરિયાઇ વિસ્તારમા વધુ જથ્થો બિનવારસુ તણાઇ આવ્યો હોવાની શક્યતા નક્કારી શકાય નહી તેવામા આગામી દિવસોમાં વધુ જથ્થો બિનવારસુ ઝડપાય તો નવાઇ નહી આ અંગે હાલ નારાયણ સરોવર પોલિસ મથકે જાણવાજોગ ફરીયાદ દાખલ કરી આગળની તપાસ ચાલુ રાખી છે.