રાપર તાલુકાને વન્ય પ્રાણીઓ અને અન્ય જળચર જીવો માટે અભયારણ્ય વિસ્તાર કહેવાય છે આ માટે વન તંત્ર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ ઘુડખર અભ્યારણ્ય વિસ્તાર માટે એક અલાયદી રેન્જ ઉભી કરી છે પરંતુ ખાટલે મોટી ખોટ સમાન આ રેન્જ આડેસર ની જગ્યાએ ધ્રાંગધ્રા ખાતે આવેલી છે એટલે વિશાળ વિસ્તારમાં આવેલા આ અભયારણ્ય બનતા બનાવ વિશે જલ્દી ખ્યાલ આવતો નથી અગાઉ રાપર તાલુકાના ગાગોદર ગામે આવેલા તળાવ નજીક ચાલીસથી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના ઝેરી દાણા નાખી ને શિકાર કરવામાં આવ્યો હતો ત્યારે આજ તળાવમાં વરસાદ ના અભાવે તળાવમાં પાણી સુકાઈ જતાં સાડા ત્રણસો થી વધુ જળચર પ્રાણીઓના મોત થયા છે જેમાં ત્રણસો જેટલા કાચબા છે આ બનાવ અંગે ગામના જીવદયા પ્રેમીઓને જાણ થતાં તાત્કાલિક તળાવમાં દોડી આવ્યા હતા અને તળાવના કિચડમાં જીવતા કાચબાઓને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો
આ અંગે અભ્યારણ્યના ડી. એફ.ઓ. અસોડાને તાત્કાલિક જાણ કરવામાં આવતા ઘટના સ્થળે વન તંત્રની ટીમ દોડી આવી હતી અને બચેલા કાચબા અને અન્ય જળચર જીવો ને અન્યત્ર ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને તળાવમાં નહિવત રહેલા પાણીના નમુના લઇ એફએસએલમાં મોકલવામાં આવશે તો આ ઐતિહાસિક મહત્વ ધરાવતા ગોરાસર તળાવમાં કાચબા સહિત અનેક જળચર જીવોના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં લાગણી દુભાઇ છે અને આ તળાવમાં તાત્કાલિક ધોરણે નર્મદાના નીર ભરવામાં આવે એવી લાગણી પ્રવર્તી રહી છે પાણી ભરાય તો વન્ય પ્રાણીઓ ઉપરાંત પશુઓ માટે ખુબ ઉપયોગી બનશે
આ તળાવમાં કાચબાના મોતથી આજે વનતંત્ર ની ટીમો ઉતરી આવી હતી આમ આ વરસે કચ્છમાં વરસાદના અભાવે અનેક અબોલ પશુ પક્ષી અને વન્ય જીવો પર ખતરો ઉભો થયો છે
તળાવ ની માટીમાં મોતને ભેટેલા કાચબાઓને સુકી માટી માથી બહાર કાઢવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી વાગડ વિસ્તારમાં અનેક વન વગડામાં તળાવ આવેલા છે જો નર્મદાના નીરથી ભરવા મા આવે અથવા જળચર પ્રાણીઓને અન્યત્ર ખસેડાય તો આગામી ચોમાસા સુધી વન્ય જીવો અને પશુધનની તરસ છીપાય તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે.