Home Crime સતત બીજા દિવસે કચ્છ સીમાએથી ડ્રગ્સ મળ્યું : હારમીનાળામાંથી બે પાકિસ્તાનીઓ પણ...

સતત બીજા દિવસે કચ્છ સીમાએથી ડ્રગ્સ મળ્યું : હારમીનાળામાંથી બે પાકિસ્તાનીઓ પણ ઝડપાયા

1580
SHARE
લાંબા સમયથી કચ્છની પાકિસ્તાન સાથેની ઇન્ટરનેશનલ બોર્ડર જાણે કે રેઢા પડ સમાન બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જયારથી ભારતીય તટરક્ષક દળ તથા ડીઆરઆઇ દ્વારા દરિયામાંથી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે ત્યારથી હાઈએલર્ટ હોવા છતા એવી ઘટનાઓ બની રહી છે જેને કારણે કચ્છ બોર્ડર સાવ રેઢી પડી હોય તેવું લાગી રહ્યું છે જેમાં ગુરૂવારે વધુ એકવાર ઘુસણખોરીની તથા ડ્રગ્સ ઝડપાયાની ઘટના સામે આવી છે પશ્ચિમ કચ્છ પોલીસનાં ક્રીક એરિયામાં કરવામા આવી રહેલા સર્ચ ઓપરેશનમાં ચારેક કરોડની કિમંતનું ડ્રગ્સ મળી આવ્યુ હતું ત્યાં બીજી તરફ હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘુસણખૉર ભારતીય વિસ્તારમાંથી ઝડપાઇ ગયા હતા જેમાં સીમા સુરક્ષા દળ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ-બીએસએફ)ના જવાનોએ એક બોટ પણ કબ્જે કરી હતી જો કે આ દરમિયાન દસ જેટલા નાપાક તત્વો ભાગી જવામાં સફળ રહ્યા હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતુ બીએસએફની ઇન્ટેલિજન્સ એજન્સી ‘જી’ બ્રાન્ચનાં નબળા નેટવર્કને કારણે કચ્છ બોર્ડર ઉપર આ પ્રકારની અસામાન્ય ઘટનાઓ બની રહી હોવાનુ માનવામાં આવી રહ્યું છે
ગુજરાતનાં સીમા સુરક્ષા દળના વડા આઇજી જી.એસ.મલિકે કચ્છનાં ક્રીક એરિયામાં આવેલા હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાનીને ભારતીય જળ વિસ્તારમાંથી ઝડપી લીધા હોવાનું જણાવ્યું હતુ તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતુ કે, કચ્છનાં દરિયાઇ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયાની ઘટના બાદ સીમા સુરક્ષા દળ હાઈએલર્ટ ઉપર છે ક્રીકમાં જયાં એકતરફ ઘુસણખોરીની ઘટનાને નિષ્ફળ કરવાની કોશિશ થઇ રહી હતી ત્યાં ક્રીક એરિયામાં સર્ચ ઓપરેશન કરી રહેલી પશ્ચિમ કચ્છ પોલીસની ટીમને સુગરનાળા પાસેથી બીજા દિવસે વધુ ચાર પેકેટ મળી આવ્યા હતા માદક દ્રવ્યનાં આ પેકેટની સાથે એક નાસ્તાનું પેકેટ પણ મળી આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. થોડા સમય પહેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ તથા ડીઆરઆઇ દ્વારા કચ્છમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ કચ્છની પાકિસ્તાન સાથેની તમામ સીમા ઉપર હાઈએલર્ટ કરી દેવામાં આવેલુ છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે જેને કારણે ડ્રગ્સ પકડવા ઉપરાંત ઘુસણખોરીની ઘટનાને નાકામ કરવામાં આવી રહી છે.