Home Current બેરાજા ગામે બનેલું શહીદ સ્મારક રાષ્ટ્ને અર્પણ : વીર સંજયસિંહ ચૌહાણને અપાઈ...

બેરાજા ગામે બનેલું શહીદ સ્મારક રાષ્ટ્ને અર્પણ : વીર સંજયસિંહ ચૌહાણને અપાઈ અંજલિ

1037
SHARE
પાકિસ્તાન પર ભારતની જવાબી કાર્યવાહી બાદ દેશમાં જવાનો પ્રત્યે માન સન્માન વધ્યું છે જો કે આજથી એક વર્ષ પહેલા કચ્છના મુન્દ્રા તાલુકાના બેરાજા ગામ નજીક ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન ક્રેશ થયું હતું ફાઇટર પ્લેનના પાયલોટ સંજય સિંહ ચૌહાણ આ ઘટનામાં શહીદ થયા હતા ગામને બચાવવા માટે શહાદત વહોરનાર દેશના શહીદ સંજય સિંહ ચૌહાણનુ એજ જગ્યાએ સ્મારક બનાવાયુ છે જે આજે ખુલ્લુ મુકાયુ હતુ.
એક વર્ષ અગાઉ બેરાજા ગામ નજીક જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું અને એરફોર્સના પાયલોટ સંજય સિંહ ચૌહાણ શહીદ થયા હતા શહીદ પાયલોટે સમયચુકતા વાપરી બેરાજા ગામથી દુર ફાઇટર પ્લેન લઈ ગયા જેના કારણે મોટી જાનહાની ટળી હતી અને દુર્ગમ વિસ્તારમાં પ્લેન ક્રેશ થયુ હતું

બેરાજા ખાતે શહીદ સ્મારક ખુલ્લું મુકવામાં આવ્યું

બેરાજા મધ્યે બનેલા આ શહીદ સ્મારકને ગ્રામજનો અને શહીદના પત્ની અંજલિબેન ચૌહાણ,સ્મારકના દાતા પરિવારે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા,પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, બેરાજના અગ્રણી લાલુભા જાડેજા,પ્રિયાબેન દેઢીઆ સહિત દાતા પરિવાર, એરફોર્સના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહતા હતા આ પ્રસંગે ભારતીય વાયુસેના તેમજ એનસીસી કેડરના વિધાર્થીઓએ ગાર્ડ ઓફ ઓનર આપી શહીદવીર જવાનને શ્રધાંજલિ આપી હતી આ સમયે ઉપસ્થિત સૌ કોઇની આંખો ભીની થઇ હતી.
એર કમાન્ડર સંજય સિંહ ચૌહાણ ભારતીય વાયુસેનાના જાબાઝ પાયલોટ હતા તેમને 3800 કલાક સુધી લડાકુ વિમાન ઉડાવવાનો અનુભવ હતો તેઓ જગુઆર , હન્ટર ,મીગ 21 , એચપીડી , રાફેલ અને એફ16 લડાકુ વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવતા હતા જે દુર્ધટનામાં શહિદ થતા દેશને મોટી ખોટ પડી છે. જો કે હવે તેમની યાદમાં અને તેમણે આપેલા બલિદાનની સ્મૃતિ મુન્દ્રાના બેરાજા ગામે ખુલ્લી મુકાઇ છે.મૃતકની શહાદત,વિરતા અને બલિદાનને દર્શાવવા બનેલું આ સ્મારક દાતાઓની મદદથી તૈયાર કરાયુ છે જે આજે રાષ્ટ્રને અર્પણ કરાયું છે