ભુજમાં ફરી અંગત અદાવતમાં લોહી રેડાયુ છે મુસ્લિમ સમાજના બે જુથ્થો વચ્ચે ચાલતી જુની અદાવતમાં બે જુથ્થો વચ્ચે બબાલ થઇ હતી જેમાં બાઇક પર સવાર એક શખ્સ પર ફાયરિંગ કરાયુ હતુ જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે ભુજ બી-ડીવીઝન પોલિસે 7 શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
હજુ થોડા સમય પહેલા જ ભુજમાં મુસ્લિમ સમાજના બે જુથ્થો વચ્ચે હિંસક મારામારીની ઘટના બની હતી જેના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં એજ જૂથના એક શખ્સે આજે ફાયરીંગ સાથે હુમલો કર્યો હતો. ઇસ્માઇલ (ગગુ) જુમા હિંગોરજા આજે ભીડ નાકા પાસે ચાકી જમાતખાના નજીક ઉભો હતો ત્યારે સફેદ સ્કોર્પિયો કારમાં ઇસ્માઇલ (લડ્ડુ ) તારમામદ ચાકી ત્યાં કાર લઇને આવ્યો હતો બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા ઇસ્માઇલ ચાકીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ઇસ્માઇલ હિંગોરજાને ડાબા ખભા સહિત છાતી અને ડાબા સાથળમાં ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ ફાયરિંગ કરનાર ઇસ્માઇલ ફરાર થઈ ગયો હતો ઇજાગ્રસ્ત ઇસ્માઇલને તાત્કાલિક ભુજની જી.કે.જનરલી હોસ્પિટલ ખસેડાયો હતો
જો કે ત્યાર બાદ ઉશ્કેરાયેલા લોકોએ આરોપીની કારમાં તોડફોડ કરી હતી આ ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને તપાસ શરૂ કરી છે.
પોલીસ કાર્યવાહી વિષે મીડિયાને માહિતી આપતા ભુજ ડીવાયએસપી જે.એ.પંચાલે જણાવ્યું હતું કે અગાઉથી ચાલી આવતી અંગત અદાવતમાં આ ઘટના બની છે ઈજાગ્રસ્ત ઈસ્માઈલ હિંગોરજાના જણાવ્યા મુજબ હુમલો કરનાર ઇસ્માઇલ ચાકી તેમજ અન્ય
છ શખ્સોએ કાવતરૃં રચીને હુમલાને અંજામ આપ્યો છે જોકે ભુજ બી.ડિવિઝન પોલીસે ઈજાગ્રસ્ત ઈસ્માઈલની ફરિયાદના આધારે ફાયરિંગ કરનાર ઇસ્માઇલ ચાકી સહિત 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
ભુજ ડીવાયએસપી જે.એ.પંચાલે મીડિયાને આપેલી માહિતી જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો