Home Current ‘વાયુ’ વાવાઝોડાથી કચ્છમાં એલર્ટ, કંડલા પોર્ટમાં જહાજોની આવાગમન અટકાવાઈ, શાળાઓ પણ બંધ...

‘વાયુ’ વાવાઝોડાથી કચ્છમાં એલર્ટ, કંડલા પોર્ટમાં જહાજોની આવાગમન અટકાવાઈ, શાળાઓ પણ બંધ રહેશે

1829
SHARE
અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા અને ગુજરાત તરફ આગળ વધી રહેલા વાયુ નામનાં વાવાઝોડાને પગલે કચ્છનાં સમુદ્રી વિસ્તારમાં સાવચેતીનાં પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જેના ભાગરૂપે મેજર પોર્ટ કંડલા દ્વારા ડીઝાસ્ટર પ્લાનને એક્ટીવેટ કરી દેવામાં આવ્યો છે પોર્ટ ઉપર શિપની મુવમેન્ટ પણ અટકાવી દેવામાં આવી છે બીજી તરફ જીલ્લા પ્રશાસન દ્વારા સંભવિત વાવાઝોડાને ઘ્યાનમાં રાખીને કચ્છની તમામ શાળાઓને બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે
બુધવારે વહેલી સવારે બે વાગ્યાના અરસામાં ‘વાયુ’ ગુજરાતનાં દરિયા કાંઠે દસ્તક આપી શકે છે તેમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તેની આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે વાવાઝોડાના સમયે લોકોને સલામત સ્થળે ખસેડવા પડે એવી સ્થિતિમાં શાળાઓમાં રાખવાનાં હોવાથી આ નિર્ણય કરવામા આવ્યો છે કચ્છનાં દરિયાકાંઠાવાળા વિસ્તાર, ખાસ કરીને કંડલા, માંડવી, જખૌ, કોટેશ્વર વગેરે એરિયામાં મરીન પોલીસ ઉપરાંત સ્થાનિક તંત્રના લોકોને પણ સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે.
કંડલા બંદરે મંગળવાર બપોરથી જ બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે તથા કંડલા વિસ્તારમાંથી સાંજ સુધીમાં લોકોને ખસેડવાની કામગીરી કરવામા આવી હોવાનું પોર્ટનાં પ્રેસ બુલેટીનમાં જણાવાયું છે
કચ્છનાં દરિયાઇ વિસ્તાર ઉપરાંત મીઠાના અગરીયાઓને પણ સુરક્ષિત સ્થળે લઇ જવા માટે કચ્છ સોલ્ટ એસોશીશન દ્વારા કામગીરી કરવામા આવી છે.