Home Crime વાસી ઈદની ઉજવણી માટે માંડવી બીચ ગયેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યા બાદ...

વાસી ઈદની ઉજવણી માટે માંડવી બીચ ગયેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યા બાદ ગંભીર, એક યુવતીના મોતની આશંકા

1286
SHARE
કચ્છમાં પાણીમાં ડૂબવાની દુર્ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે તેવામાં મંગળવારે વાસી ઈદની ઉજવણી કરવા માટે માંડવી બીચ ગયેલા યુવા વર્ગની ડૂબવાની ઘટનાએ બીચ ઉપર દોડધામ સાથે ચિંતા સર્જી હતી. દરિયામાં ડૂબેલા યુવાનોમાં બે યુવાનો અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ બનાવમાં માંડવીના બાગ ગામના ૧૬ વર્ષીય યુવાન અવેશ રમજુ હિંગોરજા અને ભુજના ૨૬ વર્ષીય શબ્બીર ઇબ્રાહિમ નોડે દરિયામાં ડૂબી ગયા હતા જોકે, આ બન્ને યુવાનોને માંડવી બીચ ઉપર લોકોએ બચાવીને તેમને સીધા ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી દીધા હતા. આ બન્ને યુવાનો વિશે ન્યૂઝ4કચ્છને માહિતી આપતા યુવા સામાજિક કાર્યકર અનવર નોડે એ જણાવ્યું હતું કે, અત્યારે આ બન્ને યુવાનો શબ્બીર ઈબ્રાહિમ નોડે અને અવેશ હિંગોરજા બન્નેની સારવાર ચાલી રહી છે, અને તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. દરમ્યાન આ જ સમયે અજરખપુરની એક યુવતી પણ ડૂબી હતી જે લાપત્તા છે અને તેના મોતની આશંકા દર્શાવાઇ રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ટુકડી બનાવીને તરવૈયાની મદદ લઈ યુવતીની શોધ કરાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું