Home Current દોલતપરમાં તળાવ વધાવતી વેળાએ શ્રીફળ લેવા પડેલા તરવૈયા યુવાનનું મોત – હર્ષનો...

દોલતપરમાં તળાવ વધાવતી વેળાએ શ્રીફળ લેવા પડેલા તરવૈયા યુવાનનું મોત – હર્ષનો બનાવ શોકમાં ફેરવાયો

649
SHARE
ભારે વરસાદને પગલે નદી, તળાવમાં ભરાયેલા પાણીના કારણે ડૂબી જવાના બનાવોએ કચ્છમાં ચિંતા જગાવી છે હજી ગઈકાલે અબડાસા તાલુકામાં નિપજેલા બે મોત પછી આજે વધુ એક દુઃખદ બનાવ લખપતમાં બન્યો હતો. લખપત તાલુકાના દોલતપર ગામે તળાવ વધાવતી વખતે શ્રીફળ લેવા માટે તળાવ માં પડેલ એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. હતભાગી મૃતકનું નામ અકબર સાલેમામદ સુમરા( ઉ ૨૪) હોવાનું જાણવા મળ્યું છે. ખુશીના આ અવસરે અકસ્માતે આ મોતના બનાવે નાના એવા દોલતપર ગામમાં શોકનો માહોલ સર્જી દીધો હતો.