Home Crime આદિપુરમાં બે હાઈપ્રોફાઈલ જુગાર ઉપર દરોડા – કાવેરી, કેમલ હોટલ ઉપર દરોડામાં...

આદિપુરમાં બે હાઈપ્રોફાઈલ જુગાર ઉપર દરોડા – કાવેરી, કેમલ હોટલ ઉપર દરોડામાં રાજકીય અગ્રણી સહિત ૬૦ જુગારી ઝડપાયા

1087
SHARE
પૂર્વ કચ્છ એલસીબીએ આદિપુરમાં આવેલી કાવેરી અને કેમલ હોટલ બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને હાઇપ્રોફાઇલ જુગાર ઝડપી પાડતાં કંડલા ગાંધીધામ કોમ્પ્લેક્સ સહિત સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઇ છે પોલીસે ગઈકાલે રવિવારે બપોરે પાડેલા દરોડાની વિગતો અંગે મોડી રાતે લોકોમાં તર્ક વિતર્કો સાથે વહેતા થયેલા સમાચારો બાદ છેક મધરાતે પોલીસે મીડીયાને જુગારના દરોડામાં ઝડપાયેલા લોકોના નામો આપ્યા હતા, જોકે, મધરાતે પણ પોલીસે કામગીરી ચાલુ હોવાનું જણાવીને નામ તેમજ અન્ય વિગતો આપવાનું ટાળતા લોકોમાં પોલીસ કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બન્ને જગ્યાએ હોટલોમાં હાઇપ્રોફાઇલ જુગારમાં હાઈસોસાયટીની ૨૭ જેટલી મહિલાઓ પણ હોવાનું લોકોમાં ચર્ચાતું રહ્યું હતું. બપોરે દરોડા બાદ સાંજ અને મોડી રાત સુધી કાવેરી તેમ જ કેમલ હોટલની બહાર લોકો એકઠા થયા હતા. જોકે, પૂર્વ કચ્છ એલસીબીએ આપેલી સતાવાર માહિતીમાં ગાંધીધામના રાજકીય અગ્રણી સહિત અનેક વેપારીઓ તેમજ ગાંધીધામ સંકુલના મોટા માથાઓ જુગારમાં ઝડપાયા હોવાનું ખુલ્યું છે. પોલીસે આપેલા નામ પ્રમાણે સુરેશ રામચંદ્ર નેહલાણી, મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ પરમાર, દિલીપ જગદીશ ઠકકર, ભાઈલાલ મણિલાલ ઠકકર, મુકેશ ચમનલાલ ઠકકર, સુરેશ ભવાની માલી, સોમા મહાદેવા વણકર, રાજદીપસિંહ મહેન્દ્રસિંહ રાણા, તરુણ સુંદરજી મહેતા, દિપક અમૃતલાલ સોની, પ્રવિણ બીજલ પ્રજાપતિ, અકબર રમજાન મુનશી, મહિપતસિંહ પ્રભાતસિંહ પરમાર (જુના દેવળીયા, મોરબી), અશોક બાબુલાલ ઠકકર, રાજેશ રઘુરામ ઠકકર, અજિત વેલજી આહીર, નટવરલાલ દેવજી પટેલ (ખાખરેચી, માળિયા), હરેશ કલુમલ પ્રીતમાણી, દિનેશ બાબુલાલ લોલાડીયા (વેણાસર,માળિયા), કનુ આત્મારામ પટેલ (શિવરંજની, અમદાવાદ), ગૌતમ ભૂરા પટેલ (પીડાવલ, રાજસ્થાન), રસિક જીબણલાલ શાહ (અસારવા, અમદાવાદ), નગાભાઈ હમીર ચાવડા, ધનરાજ મૂળજી પટેલ (ડગાડ, રાજસ્થાન), પન્નાલાલ માવજી આલવી (નીચોદા, ઉદયપુર), મંગીલાલ રોડજી પ્રજાપતિ (દોલપુરા, ઉદયપુર), પુરૂષોત્તમ ફતુમલ રામદાસાણી, રૂપેશ ગુણવંત રાંણીગા (કતારગામ,સુરત), હુસેન ઉર્ફે દિપુ નૂરમામદ મોવર (ધ્રાંગધ્રા), રમેશ રામભાઈ ગઢવી, મુસા મામદ સમા, નાથા વિસા કોલી (રાપર), મણીરામ આનંદરામ સાધુ, મેહુલ નરેન્દ્ર મિસ્ત્રી, કમલ રામચંદ શિવદાલાણી, દિનેશ તારણ દેત્રોજા, રમેશ બાબુ દેવીપૂજક (માળિયા), ગોકળ વેલજી પ્રજાપતિ (સામખિયાળી), ચંદુ જાદવ પટેલ (મોરબી), હુસેન સુલેમાન મોકરશી (માળિયા), નાસીર હાફિઝ કુરેશી, લલિત મનુ કોટવાણી, અજીતસિંહ પ્રતાપસિંહ દહીયા (કાવેરી હોટલ, સુરેન્દ્રનગર), શિવા મેઘા પટેલ (કાવેરી હોટલ, અમદાવાદ), દેવિંગ ગોતાજી પટેલ (કાવેરી હોટલ, ઉદ્દયપુર), દેવીલાલ કચરુ પટેલ, નારણ નાનજી પટેલ, પ્રશાંત નરેન્દ્ર મિસ્ત્રી, મુરુ તરસંગ ચાવડા (માળિયા), આરીફ કાસમ ઘાંચી (બાલાસર, રાપર), નરભેરામ જેઠા થોરિયા પટેલ (મોરબી) ની પોલીસે ધરપકડ કરી જુગરધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તબક્કે ત્રણ લાખની રોકડ, ૬ કાર અને અન્ય વાહનો સાથે 25 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.