Home Crime સાતમ – આઠમ પહેલાં પોલીસનો મોટો સપાટો- ભુજમાંથી અઢી લાખની રોકડ સાથે...

સાતમ – આઠમ પહેલાં પોલીસનો મોટો સપાટો- ભુજમાંથી અઢી લાખની રોકડ સાથે ૮ ખેલીઓ ઝડપાતાં ચકચાર

2088
SHARE
શ્રાવણ મહિના દરમ્યાન જુગારીઓ સામે સપાટો બોલાવવાની કામગીરી પશ્ચિમ કચ્છ પોલીસે સતત ચાલુ રાખી છે. સાતમ આઠમ પહેલાં જ ભુજમાં મોટી રકમ સાથે આઠ જુગારીઓને ઝડપીને પોલીસે કડકાઈભરી કામગીરી ચાલુ રાખી છે ડીવાયએસપી જે.એન. પંચાલે ભુજના નાગોર રોડ ઉપર આવેલી ખારી નદીમાં જુગાર રમતા ૮ શખ્સોને મોટી રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, જુગાર રમાડનાર મુખ્ય આરોપી સહિત અન્ય શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ધાણી પાસાનો જુગાર રમતા (૧) કૌશીક પ્રકાશ ગોર, આશાપુરાનગર, સરપટગેટ, (૨) બલરામ જેન્તીલાલ વરૂ, જુનાવાસ, માધાપર, (૩) વલમજી જટાશંકર ગોર, જયપ્રકાશનગર, નાગનાથ મહાદેવ મંદિર પાસે, (૪) શૈલેષ રામજી રાઠોડ, નવાવાસ, માધાપર, (૫) ગોપાલ રાણા મારવાડા, ચપરેડી (ભુજ), (૬) શાંતિલાલ દાનસંગ આમર, પબુરાઈ ફળિયા, ભુજ, (૭) કેતન હરિલાલ રાજગોર, આશાપુરાનગર, સરપટગેટ, (૮) હરેશ ઉર્ફે હર્ષદ દયારામ ફૂલીયા, જુનાવાસ, માધાપર ને ૨ લાખ ૫૬ હજાર ૩૦૦ રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળે થી ૯ મોબાઈલ કિ. રૂપિયા ૪૩ હજાર અને ૮ બાઈક કિ. રૂપિયા ૨ લાખ ૭૦ હજાર મળીને રોકડ તેમજ માલમતા એમ કુલ ૫ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જોકે, ધાણી પાસાનો જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓ ઉપરાંત જુગાર રમાડનાર નાસી છુટેલા મુખ્ય આરોપી મનીષ હરિલાલ રાજગોર તેમજ અન્ય નાસી છૂટેલા શખ્સો વિરુદ્ધ પણ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.