Home Current ભાદરવામાં પણ ધૂંવાધાર  વરસાદ – અબડાસા, માતાના મઢ, નખત્રાણા, માંડવી પાણી પાણી,...

ભાદરવામાં પણ ધૂંવાધાર  વરસાદ – અબડાસા, માતાના મઢ, નખત્રાણા, માંડવી પાણી પાણી, હમીરસરમાં પાણી વધ્યું – વીજળી પડતાં એક મોત, સાતને ઈજા

1212
SHARE
કચ્છમાં મેઘ મહેર ચાલુ રહી છે. ભાદરવામાં પણ ધૂંવાધાર બેટિંગ કરતા મેઘરાજાએ રવિવારે સવારે અબડાસાને ત્રણ ઇંચ અને બપોરે માતાના મઢને ચાર ઇંચ વરસાદ, નખત્રાણાને દોઢ ઇંચ, માંડવીને એક ઇંચ વરસાદે પાણી પાણી કરી નાખ્યું હતું. તો, ભુજમાં ભલે અડધો ઇંચ વરસાદ પડ્યો પણ ઉપરવાસમાં જોરદાર વરસાદને કારણે મોટા બંધમાં પાણી વહી નીકળતાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. જેને પરિણામે હમીરસરમાં પણ નવા નીર આવતા હવે હમીરસરમાં પાણીની સપાટી વધી છે. લોકોમાં હમીરસર ઓગનવાની આશા જાગી છે. માતાના મઢમાં ભારે વરસાદને પગલે ગામના ચારે તળાવો ઓગની ગયા હતા. તો, બજારો અને આશાપુરા માતાજીના મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા હતા.
જોકે, વરસાદ કરતાંયે આજે વીજળીના ગડગડાટ અને કડાકા ભડાકાએ લોકોને ડરાવી દીધા હતા. આકાશમાં ચમકારા સાથે લબકારા લેતી વીજળીએ ભય અને ઉચાટ સર્જ્યો હતો. ભુજ તાલુકાના હોડકો ગામે વીજળી પડતાં ૧૪ વર્ષની બાળાનું મોત નીપજ્યું હતું તો, નખત્રાણા તાલુકાના રામપર વાડીમાં કામ કરી રહેલા મજૂરો પર વીજળી પડી હતી જોકે, મોટી જાનહાની ટળી હતી. પણ, વીજળીના કારણે ૭ મજૂરોને સામાન્ય ઈજાઓ થઈ હતી.