Home Crime બોગસ પીયુસી પ્રમાણપત્ર આપવાના કૌભાંડમાં ભુજના ઉમેદનગરમાં રહેતા વેપારીની ધરપકડ – પિયુસીના...

બોગસ પીયુસી પ્રમાણપત્ર આપવાના કૌભાંડમાં ભુજના ઉમેદનગરમાં રહેતા વેપારીની ધરપકડ – પિયુસીના નામે પૈસા ખંખેરવાના ખેલ સામે સાવધાન

1302
SHARE
સરકાર દ્વારા આરટીઓ નિયમોના કડક પાલન સંદર્ભે કરાયેલા આકરા દંડની જોગવાઈ બાદ વાહનચાલકોને ઠગવાના કિસ્સાઓ વધ્યા છે. જોકે, પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજમાં બોગસ પીયુસી પ્રમાણપત્ર આપીને વાહનમાલિકોને છેતરવાના કૌભાંડનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. ભુજની ઉમેદનગર કોલોની, પ્લોટ ન. ૪૬૦ મધ્યે રહેતા જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું છે. પોલીસે ભુજની આરટીઓ રિલોકેશન સાઈટ ઉપર શ્રીજી ઓટો એડવાઇઝર નામની દુકાન ધરાવતા જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ પાસેથી પીયુસી પ્રમાણપત્રના બોગસ રાઉન્ડ સિક્કા લગાવેલા કોરા ફોર્મ, પીયુસી માટેના કોરા ફોર્મ, ૫૫ હજારની કિંમતનું કોમ્પ્યુટરનું પ્રિન્ટર, ૫૫ હજાર રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત જીજ્ઞેશ વ્યાસની સાથે અન્ય શખ્સ શાહનવાઝ મહમદ સુમરા, સેજવાળા માતામ, ભુજની ધરપકડ કરી છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી. ઔસુરાના જણાવ્યા પ્રમાણે પીયુસી સર્ટિફેક્ટના નામે આરોપી જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ દ્વારા પીયુસી સોફ્ટવેર તેમજ બોગસ સર્ટિફિકેટ ઉપર મહાશક્તિ એન્ટરપ્રાઇઝ, મુન્દ્રાના નામનો બોગસ રબર સ્ટેમ્પ મારીને વાહનચાલકોને પીયુસી પ્રમાણપત્રના નામે ખંખેરવામાં આવતા હતા. ખરેખર, પીયુસી સેન્ટરની કોઈ પણ સરકારી માન્યતા ન હોવા છતાં પીયુસી પ્રમાણપત્રના નામે છેતરપીંડી કરાતી હોઈ આ અંગે વિવિધ કલમો નીચે ગુનો નોંધીને આ બનાવની વધુ તપાસ ભુજ બી ડિવિઝન પોલીસને સોંપાઈ છે. જાણવા મળતી વિગત અનુસાર મુન્દ્રા તરફ પણ પોલીસે તપાસ આરંભી છે

RTO પણ જો વધુ પૈસા લે તો, ગુનો..

દંડના ભયે વાહનચાલકો ઠગાઈનો ભોગ બની રહ્યા છે. કચ્છમાં RTOના માન્ય પીયુસી સેન્ટર ચલાવનારાઓ સામે પણ ક્યાંક ક્યાંક ફરિયાદનો સૂર ઉઠી રહ્યો છે. ત્યારે આવી ઠગાઈનો ભોગ બનવાને બદલે વાહનચાલકોએ ફરિયાદ કરવી જોઈએ. ખુદ કલેકટર કચેરી દ્વારા પણ પીયુસીના પ્રમાણિત સેન્ટરોની યાદી બહાર પડાઈ છે. ત્યારે વાહનચાલકો જાતે જાગૃત બને અને ઠગાઈનો ભોગ બનતા અટકે તે જરૂરી છે.