Home Current શિપિંગમંત્રી મનસુખ માંડવીયા દ્વારા કંડલા બંદરે ટ્રક ટર્મિનલનું લોકાર્પણ – દરિયાઈ નિયમન...

શિપિંગમંત્રી મનસુખ માંડવીયા દ્વારા કંડલા બંદરે ટ્રક ટર્મિનલનું લોકાર્પણ – દરિયાઈ નિયમન વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ

516
SHARE
શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા કંડલા બદરની બે દિવસની મુલાકાતે છે. આજે સવારે તેમણે કંડલા બંદરે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે બનાવાયેલા અદ્યતન ટ્રક ટર્મિનલનું લોકર્પણ કર્યું હતું. બંદરે માલ ની હેરફેર માટે તેમજ ઓઇલની હેરફેર માટે આવતા ઓઇલ ટેન્કરોના ચાલકો તેમજ ક્લીનરો આરામ કરી શકે તે હેતુથી અહીં કેન્ટીન, ટોયલેટ અને નહાવા ધોવાની સુવિધા ઉભી કરાઈ છે. શ્રી માંડવીયાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા ઉપર નજર રાખતી વીટીએમએસ (દરિયાઈ રડાર સિસ્ટમ) નું પણ નિરીક્ષણ કર્યું હતું. આ વીટીએમએસ વેસલ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા કંડલા બંદરેથી પશ્ચિમી અરબી સમુદ્ર ઉપર ૧૮૦ કીમી. (૯૦ નોટિકલ દરિયાઈ માઈલ) માં વહાણોની હીલચાલ ઉપર નજર રહી શકે છે. કચ્છના કંડલા થી છેક સૌરાષ્ટ્રના નવલખી, વાડીનાર ઉપરાંત પાકિસ્તાનને જોડતી જખૌ ની દરિયાઈ સીમા સુધી અવરજવર કરતા વહાણો આ દરિયાઈ રડાર દ્વારા નિરીક્ષણ હેઠળ રહે છે. મંત્રીશ્રી માંડવીયાએ સવારે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને દોહરાવીને તેને લગતા અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કંડલા બંદરે તૈનાત સીઆરપીએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે મંત્રીશ્રી માંડવીયાને આવકાર આપ્યો હતો. જોકે, તેમનો કાર્યક્રમ સતત વ્યસ્ત રહ્યો હતો. તેમણે બોટ દ્વારા પણ કંડલા બંદરે વહાણોની અવરજવરની ગતિ વિધિ તેમજ અલગ અલગ પ્રકારનો કાર્ગો હેન્ડલ કરતી જેટીઓનું નિરીક્ષણ કર્યું હતું. કંડલા બંદરે ૧૫ અને ૧૬ નંબરની જેટીનો વિકાસ પીપીપી મોડેલથી કરાયો છે, બંદરિય વ્યાપાર ક્ષેત્રે ખાનગી ભગીદારી દ્વારા થઈ રહેલા વ્યવસાયિક કાર્ય વિશે તેમણે જાત માહિતી મેળવી હતી. સતત બીજી ટર્મ શિપિંગ મંત્રાલયનો હવાલો સંભાળનારા મનસુખ માંડવીયા પર્યાવરણની રક્ષણ હેતુ સાથે કંડલા બંદર જોડાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાનું ઉદ્યોગપતિઓ દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રવાસમાં તેમના પત્ની ગીતાબેન માંડવીયા પણ જોડાયા છે. તેઓએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કંડલા પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા (આઈએસએફ) તેમજ કંડલા પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા કંડલા પોર્ટના બિઝનેસ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ઓમપ્રકાશ દાદલાણીએ સંભાળી હતી.