Home Crime ભાજપના યુવા આગેવાનની કારના શોરૂમ બહાર કાચ તૂટ્યા : જવાબદારોએ હાથ કર્યા...

ભાજપના યુવા આગેવાનની કારના શોરૂમ બહાર કાચ તૂટ્યા : જવાબદારોએ હાથ કર્યા અધ્ધર

2475
SHARE
કચ્છ ભાજપના આગેવાનની શોરૂમ બહાર સર્વીસ માટે રાખેલી કારના કોઇ અજાણ્યા શખ્સો કાચ તોડી ગયા હતા. જો કે આ અંગે જ્યારે શોરૂમના જવાબદાર વ્યક્તિઓ સાથે વાત કરાઇ ત્યારે કંપનીએ કોઇપણ સુરક્ષાની જવાબદારી તેમની ન હોવાનો ઉદ્દતાઇ ભર્યો જવાબ આપી હાથ અધ્ધર કરી નાંખ્યા હતા કંપનીના જવાબદાર કૈલાશ મહેતા સાથે ફોન પર સંતોષકારક જવાબ ન મળતા ક્ષત્રીય સમાજના અગ્રણી એવા શ્રવણસિંહ વાઘેલાએ આ અંગે ફરીયાદ કરતા જણાવ્યુ હતુ કે તેની કાર તેણે કે.ડી.મોટર્સમાં સર્વીસ માટે આજે સવારે આપી હતી પરંતુ સાંજે જ્યારે તેઓ કાર લેવા માટે ગયા ત્યારે તેની કારના કાંચ તુટેલા હતા ન માત્ર એક કાચ પરંતુ આગળ અને પાછળના બન્ને કાંચમાં કોઇ બોથડ પદાર્થ વડે કાચ તોડી નખાયા હતા આ અંગે કે.ડી મોટર્સના જવાબદાર અને મુખ્ય સંચાલકો સાથે તેમણે ટેલીફોનીક વાત કરી તો કંપનીએ હાથ ઊંચા કરી નાંખ્યા અને તેમની કોઇ જવાબદારી નથી તેવો ઉદ્દતાઇભર્યો જવાબ આપ્યો ન્યુઝ4 કચ્છ સાથે વાત કરતા શ્રવણસિંહે જણાવ્યુ હતુ કે કંપની પાસેથી તેમણે કાર પરત લીધી નથી અને આ અંગે જ્યા સુધી કોઇ યોગ્ય જવાબ કંપની તરફથી આપવામાં નહી આવે ત્યા સુધી તેઓ કાર પરત લેશે નહી અને આ અંગે તેઓ કાયદાકીય લડત માટે પણ તૈયારી કરશે શ્રવણસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે કંપનીમાં સર્વીસ માટે રાખેલી કારની જવાબદારી કંપનીની હોય છે છંતા પણ જો આવી ઘટના બની તો કંપનીએ જવાબદારી સાથે યોગ્ય જવાબ ગ્રાહકને આપવો જોઇએ.