Home Crime ગાંધીધામની ગાંધીમાર્કેટમાં આંગડિયા પેઢીમાં ધોળે દિવસે હુમલો કરી ૧૧ લાખની લૂંટ –...

ગાંધીધામની ગાંધીમાર્કેટમાં આંગડિયા પેઢીમાં ધોળે દિવસે હુમલો કરી ૧૧ લાખની લૂંટ – વેપારીઓમાં ભય અને ચિંતા

844
SHARE
ગાંધીધામની ગાંધી માર્કેટના પહેલા માળે આવેલ બાબુલાલ આંગડીયા પેઢી પર આજે બુકાનીધારી શખ્સો લુંટ ચલાવી નાસી છુટ્યા હતા. મેઈન માર્કેટમાં દિન દહાડે બાબુલાલ પેઢીના સંચાલક બાબુલાલ પ્રજાપતિ ઉપર હુમલો કરી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લૂંટી લેવામાં આવ્યો હતા. બાબુલાલ આંગડીયા પેઢીમાંથી આશરે ૧૧ લાખ રૂપિયાની લૂંટ થઈ હોય તેવું સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ. સુત્રોમાંથી મળતી વધુ માહિતી પ્રમાણે બે શખ્સોએ લૂંટના આ બનાવને અંજામ આપ્યો હોય તેવું જણાય છે. બપોરના સમયે રાધનપુર આંગડીયું કરવાનું હોવાનું કહી આ બે શખ્સોએ બાબુભાઈ પ્રજાપતિ પર હુમલો કરી લુંટ ચલાવી હતી. આ બનાવના પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી આવ્યો હતો અને સીસીટીવી ફુટેજ મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન ગાંધીધામની મુખ્ય બજારમાં ફરી એક વખત બનેલા લૂંટના બનાવને પગલે વેપારીઓમાં ભય અને ચિંતાનો માહોલ છે. તહેવારોના દિવસોમાં ગ્રાહકોથી ધમધમતી બજારમાં લૂંટની સાથે હુમલાના આ બનાવને પગલે બજારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી પણ વ્યાપારીઓની લાગણી છે.