Home Crime સામખિયાળી ભચાઉ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

સામખિયાળી ભચાઉ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

1848
SHARE
રાપર થી ભચાઉ બાઇક ઉપર જઇ રહેલા ત્રણ યુવાનોને મધરાતે ટ્રકે હડફેટે લેતાં ત્રણ યુવાનોના અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતનો આ બનાવ રાત્રે બે થી ત્રણ વાગ્યા વચ્ચે બન્યો હોવાનું જાણવા મળે છે આ બનાવમાં અજાણ્યો ટ્રક ચાલક બાઇકને હડફેટે લઈને નાસી છૂટ્યો હતો ટ્રકની ટકકરે મૃત્યુ પામનારા ત્રણેય યુવાનો રાપરના હતા અને સમાવાસમાં રહેતા હતા અકસ્માતમાં ત્રણ યુવાનોના મોતના સમાચારથી રાપરના મુસ્લિમ સમાજ સહિત સમગ્ર રાપર શહેરમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે અકસ્માતના આ બનાવ બાદ ભચાઉ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હોસ્પિટલમા દોડી ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના નામ (1) પઠાઈશા હનીફશા શેખ ઉ. 22, (2) સિકંદર ગનીભાઈ ચૌહાણ ઉ. 27, (3) યાસીનશા રહેમશા શેખ ઉ. 19, આ ત્રણેય યુવા જિંદગીઓના જીવન ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. દિવાળી ના દિવસે બનેલા આ અકસ્માતની સામખીયાળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન આ ગમખ્વાર અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડવા લોકોએ માંગ કરી છે.