હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં હવે ‘કયાર’ વાવાઝોડાની અસર વરતાઈ છે. છેલ્લા બે દિવસથી ઠંડો પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી. તે વચ્ચે કચ્છના જખૌ, કોટેશ્વર ના દરિયામાં કરંટ વરતાઈ રહ્યો છે. તો, આજે નવા વરસની રાત્રે મુન્દ્રામાં વરસાદ પડ્યો હતો. તો, કચ્છમાં અન્યત્ર પણ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ‘ક્યાર’ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાની નજીકથી પસાર થઈને ઓમાન તરફ ફંટાઈ ગયું છે. એટલે, આ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ તેમજ દરિયો તોફાની બન્યો હોવાના સમાચાર છે. તો, હવામાનના આ બદલાવની અસર તળે કચ્છમાં પણ ૩૦/૩૧ ઓક્ટોબરના વરસાદ ની આગાહી કરાઈ હતી.