ભુજના વોકળા ફળિયામાં બે જૂથ વચ્ચે થયેલા ધીંગાણાએ ચકચાર સર્જી છે જૂની અદાવત બાદ સમાધાન માટે એકઠા થયેલા બે જૂથ વચ્ચે મામલો બિચકતા એકબીજા ઉપર તલવાર લાકડી અને ધોકાથી તૂટી પડ્યા હતા આ અથડામણમાં એકનું મોત અને ચાર ઘાયલ થયા હતા.
ભુજની વોકળા ફળિયા નજીક છછ ફળિયામાં બનેલા આ બનાવને પગલે લોકોમાં ભય સર્જાયો હતો આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ભુજ હોસ્પીટલ ચોકીથી પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે અમીન રહેમતુલ્લા થેબા ઉવ.25 રે.કેમ્પ એરીયા, પઠાણ ફળીયું, ભુજ, વસીમ ઓસમાણ સમેજા રે.તુરીયા ફળીયું ભુજ તેમજ તેમના કુટુંબીઓ અગાઉના ઝઘડા બાબતે સમાધાન કરવા માટે ભુજના વોકળાફળીયા ખાતે આવેલાા ગનીલાખાના વંડામાં પહોંચ્યા હતા જ્યાં ગની લાખા, ફીરોઝ લાખા તથા તેમના કુટુંબીઓ હાજર હતા અને ત્યાં સમાધાનની વાત દરમ્યાન બોલાચાલી થતા ગની લાખા, ફીરોઝ લાખા તથા તેમના કુટુંબીઓએ તલવાર, ધારીયા,કુહાડી પાઇપથી હુમલો કરતા અમીન રહેમતુલ્લા થેબાને ગંભીર ઇજાઓ થઇ હતી અને સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું જ્યારે વસીમ સમેજા, અલ્તાફ ઓસમાણ સમેજા અને હનિફ જુસબ થેબાને પણ ઇજાઓ થતા તેમને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભુજના ધમધમતા વિસ્તારમાં ખેલાયેલા ધીંગાણાએ શહેરમાં ચકચાર સર્જી હતી સમગ્ર બનાવ અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.