૩૧ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે થઈ રહી છે ત્યારે ભુજ મધ્યે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ મીની દોડનું આયોજન કરાયું છે ગુરુવારે સવારે ૭ વાગ્યે ભુજમાં કલેકટર કચેરીએથી જિલ્લા પંચાયત સુધી મીની દોડના કાર્યક્રમને રાજયમંત્રી વાસણભાઇ આહીર સ્ટાર્ટ આપશે. અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે ‘રન ફોર યુનિટી’ ની મીની દોડમાં સ્વૈચ્છીક સંસ્થાઓના સદસ્યો, કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો, વરિષ્ઠ નાગરિકો જોડાશે, જોકે, ભુજના લોકો હજીયે વધુ સંખ્યામાં મીની દોડમાં જોડાય તે માટે વહીવટીતંત્ર દ્વારા જાહેર અપીલ પણ કરવામાં આવી છે. તો, સાંજે પાંચ વાગ્યે ‘માર્ચ પાસ્ટ’ નુ આયોજન કરવામાં આવ્યું છે કલેકટર કચેરી પાસેથી રાજયમંત્રી વાસણભાઇ આહીર માર્ચ પાસ્ટને સ્ટાર્ટ આપશે.