Home Crime મનીષા ગોસ્વામી બની ફેશન ડિઝાઈનર – જેન્તી ભાનુશાલીની હત્યા બાદ સુરજીત સાથે...

મનીષા ગોસ્વામી બની ફેશન ડિઝાઈનર – જેન્તી ભાનુશાલીની હત્યા બાદ સુરજીત સાથે રહી છુટા હાથે રૂપિયા વાપરતી મનીષાએ ભૂલ કરી અને..?- જાણો સનસની

2965
SHARE
ગત ૮ જાન્યુઆરી ૨૦૧૯ ના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની થયેલી કરપીણ હત્યાએ કચ્છના રાજકારણમાં સેક્સ સ્કેન્ડલ અને હનીટ્રેપનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. અત્યાર સુધી ચર્ચાઈ રહેલું નલિયા કાંડ ભુલાઈ ગયું અને મનીષા, તેમજ અન્ય મહિલાઓના કચ્છ તેમજ ગુજરાતના રાજકીય નેતાઓ સાથેના સંબંધો ચર્ચામાં આવી ગયા. તો, એક સાથે બબ્બે પૂર્વ ધારાસભ્યો વચ્ચેના સેક્સ સીડી, હનીટ્રેપ, પોલીસ ફરિયાદો અને છેલ્લે હત્યા જેવા રાજકીય વેરઝેરથી કચ્છના રાજકારણને પણ એક કાળો ધબ્બો લાગ્યો. જોકે, વર્તમાન રાજકારણની કડવી વાસ્તવિકતા ગણો કે પછી જાહેર જીવનમાં થઈ રહેલું મૂલ્યોનું ધોવાણ ગણો કચ્છની સ્થાનિક નેતાગીરી કે પ્રદેશ ભાજપની નેતાગીરી કોઈએ પણ આ રાજકીય વેરઝેર શમાવવા નૈતિકતા પૂર્વકના પ્રયાસો ન કર્યા, પરિણામે જેન્તી ભાનુશાલી જેવા ઝુઝારું નેતાએ જીવ ગુમાવ્યો તો, બાહોશ ગણાતા છબીલ પટેલ, જેન્તી ઠકકર આજે જેલમાં છે.

મનીષાએ એક ભૂલ કરી અને પોલીસ તેના સુધી પહોંચી…

જેન્તી ભાનુશાલીની હત્યા બાદ સરકારે સીટની ટીમ બનાવી તપાસ સાથે પગલાં ભરવા શરૂ કર્યા આ પ્રકરણમાં અત્યાર સુધી ૯ આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે ત્રણ ફરાર હતા, જેમાં મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ બન્ને બે દિવસ પહેલાં ઝડપાયા, જ્યારે એક ત્રીજો ફરાર આરોપી નિખિલ થોરાટ હજી વોન્ટેડ છે જોકે, ગુજરાત પોલીસની સીટની ટીમ મનીષા અને સુરજીત સુધી કેવી રીતે પહોંચી અને મનીષા સુરજીત કઈ રીતે રહેતા હતા તે વિગતો સનસનીખેજ છે પોલીસે ઉતરપ્રદેશના અલ્હાબાદથી બન્નેને ઝડપ્યા હતા સુત્રોનું માનીએ તો, પતિ પત્ની ની જેમ રહેતા મનીષા અને સુરજીત પોલીસથી બચવા મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં છુપાયા હતા જોકે, ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે, કચ્છના ધાવડાની અને લગ્નબાદ પતિ સાથે વાપી રહેતી મનીષા પોલીસથી બચવા પોતાનું લુક ચેન્જ કરીને ફેશનડિઝાઈનર બની આ હત્યા કેસના બીજા વોન્ટેડ આરોપી એવા મિત્ર સુરજીત સાથે પતિ પત્નીની જેમ રહેતી હતી કપાળ ઉપર મોટો ગોળ ચાંદલો અને લાંબો ગાઉન પહેરીને પોતાનું ફેશન ડિઝાઈનર તરીકેનું લુક બતાવનાર મનીષા તેની અડોશ પડોશમાં રહેનારાઓને પોતે યોગ શિષ્યા તરીકે યોગ શીખવા આવી હોવાનું કહેતી હતી દર મહિને ૧૩ હજાર જેટલું ભાડું ભરીને રહેતી મનીષાએ અત્યાર સુધી ૧૦ મહિના દરમ્યાન પાણીની જેમ છુટા હાથે પૈસા વેરીને ૮ લાખ જેટલા રૂપિયા વાપરી નાખ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે મનીષા સુરજીત બન્નેને રૂપિયા કોણ પહોંચાડતું તેની ઉપર પોલીસ ફોક્સ કરી રહી છે જોકે, મનીષાની એક ભૂલે તેને પોલીસ સુધી પહોંચાડી દીધી પોતાના મોબાઈલ બંધ રાખનાર મનીષા જરૂર પડ્યે અજાણ્યા વ્યક્તિ પાસે ફોન માંગીને વાત કરી લેતી હતી પણ, દસેક દિવસ પહેલાં જ મનીષાએ પોતાનો વાપીનો મોબાઈલ ફોન વાપર્યો અને પોલીસે વોચ દરમ્યાન સતર્ક રહી તેને આધારે લોકેશન શોધી કાઢ્યું એક અઠવાડિયા દરમ્યાન પોલીસે વોચ રાખીને મનીષા, સુરજીત સાથે હોવાની ખાતરી કરી લીધા બાદ બન્નેને ઝડપી લીધા અલ્હાબાદથી પોલીસ બન્નેને અમદાવાદ લઈ આવી છે જ્યાં તેમની પૂછપરછ કરાઈ રહી છે હવે, એકાદ દિવસમાં મનીષા, સુરજીત બન્નેને ભચાઉ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરાશે મનીષા પાસેથી જેન્તી ભાનુશાલી હત્યા કેસ ઉપરાંત હનીટ્રેપની ચોંકાવનારી માહિતી ગુજરાતના રાજકારણ તેમજ અધિકારી વર્ગમાં ખળભળાટ સર્જી શકે તેમ છે અત્યારે સૌની નજર સીટની પોલીસ ટીમની તપાસ ઉપર છે.