કચ્છથી લઇ પ્રદેશ નેતાગીરી સુધીમાં સંગઠન ફેરફાર માટેની પ્રક્રિયાઓ હાલ ચાલુ છે અને તેને લઇને આંતરીક જુથ્થવાદ સામે આવી રહ્યો છે ગઇકાલેજ કચ્છ ભાજપના ધારાસભ્ય નિમાબેનના ભાજપમાં જુથ્થવાદ હોવાના પત્રએ કચ્છથી લઇ પ્રદેશ સુધી રાજકીય હલચલ સર્જી હતી અને જેની ચર્ચા હજુ પણ ચાલુ છે ત્યાં હવે કોગ્રેસમાં ભડકો થયો છે અગાઉ પણ ખુલ્લે આમ કચ્છ કોગ્રેસના વર્તમાન પક્ષ પ્રમુખનો વિરોધ કરનાર યુથ કોગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ કચ્છ કોગ્રેસના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવા સાથે યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કોગ્રેસની ખસ્તા હાલત અંગે બે પોસ્ટ સોશીયલ મીડીયા ફેસબુક પર પોસ્ટ કરી છે આ પોસ્ટે કચ્છના રાજકીય માહોલને વધુ ગરમ બનાવ્યો છે તો વળી એક તરફ વર્તમાન પ્રમુખ પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે ત્યાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન નવલસિંહ જાડેજાના નેતૃત્વની ભરપૂર પ્રસશા પણ કરી છે
કોગ્રેસ પ્રમુખની નબળી કામગીરી અંગે પોસ્ટ કરી અને દુર પણ કરી નાંખી
અગાઉ પણ કચ્છ યુથ કોગ્રેસના કાર્યક્રમ સમયે પોસ્ટરમાંથી જીલ્લા પ્રમુખની બાદબાકીને લઇને યુથ કોગ્રેસ અને વર્તમાન કોગ્રેસ પ્રમુખની રાજકીય હુંસાતુસી પાર્ટીના દરેક કાર્યકરે જોઇ હતી તો કોગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ મુદ્દે પણ ધરણા સહિતના પ્રદર્શનને લઇને હરિસિંહ ચર્ચામાં રહ્યા છે ત્યારે આજે તેમની ફેસબુક આઇ.ડી પર કોગ્રેસની કચ્છમાં સ્થિતી અને વર્તમાન પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં પાર્ટીથી નારાજ થઇ અનેક લોકો ભાજપમાં જોડાયા અને નિષ્ક્રિય થયા હોવાની વાત ખુલ્લેઆમ પોસ્ટ કરી કોગ્રેસમાં પણ આંતરીક જુથ્થવાદ ચરમસીમાએ હોવાનો ઇશારો હરિસિંહે કર્યો છે જો કે યજુવેન્દ્રસિં વિષે લખાયેલી વ્યક્તિગત પોસ્ટ થોડા સમયમાંજ ફેસબુક પરથી દુર કરી દેવાઇ હતી જે ઘણુ સુચવી જાય છે પરંતુ એક વાત નક્કી છે કે કોગ્રેસમાં પણ બધુ બરોબર નથી.
લોકસભાના ખરાબ પરિણામો પછી કોગ્રેસમાં જુથ્થવાદ જોવા મળી રહ્યો છે એ વાત નક્કી છે ગણ્યાગાઠ્યા કાર્યક્રર અને આગેવાનો માટેજ કોગ્રેસ કાર્ય કરતી હોય તેવુ સપષ્ટ દેખાઇ આવતુ હતુ પરંતુ હવે કાર્યક્રરોએ જાહેર વિરોધ કરવાનુ શરૂ કરી આંતરીક જુથ્થવાદને જાણે મંજુરી આપી છે જો કે હરિસિંહ જાડેજાની પોસ્ટ ડીલીટ થવી ઘણુ કહી જાય છે તો વળી પોતાની આઇ.ડી પરથી ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને શુભેચ્છાની પુષ્પવર્ષા કરનાર હરિસિંહે પોતાનાજ ક્ષત્રિય સમાજના પ્રમુખ સામે ચડાવેલી બાંયો ક્યાક કોગ્રેસના હિત કરતા વ્યક્તિગત વિરોધની ચાડી વધુ ખાય છે એક તરફ આજે પ્રદેશ કોગ્રેસે બેઠક યોજી કાર્યક્રર આગેવાનોને આક્રમક થવાનો કોલ આપ્યો છે. પરંતુ કાર્યક્રરો પાર્ટીમાંજ વિરોધ માટે આક્રમક જોવા મળી રહ્યા હોય તેવુ પોસ્ટ જોઇ લાગી રહ્યુ છે.