Home Crime લ્યો હવે રાપર થી રાજકોટ બિયરની ડિલિવરી – પોલીસે બે લાખના મુદ્દામાલ...

લ્યો હવે રાપર થી રાજકોટ બિયરની ડિલિવરી – પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે ડિલિવરી લેવા આવનાર બે શખ્સોને ઝડપ્યા

1273
SHARE
રાપરમાં ચાર્જ સંભાળનાર નવા પીઆઇ આર.એમ. વસાવા, પીએસઆઇ જી.બી. માજીરાણા અને સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન ફતેહગઢ થી માંજુવાસ તરફના રસ્તેથી કારને આંતરીને બે શખ્સોને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જિતેન્દ્ર ઉર્ફે જીતુ મનસુખ જાકાસણીયા (રતનપર, રાજકોટ) અને પ્રકાશ મોહન ડાભી, વણકર (નસીતપર, ટંકારા) ને  બિયરના ૪૬૮ ટીન અને કાર, તેમજ ફોન સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જપ્ત કરેલ મુદ્દામાલમાં બિયર બોટલ ૪૬૮ કિ. રૂ. ૪૬,૮૦૦ અને કાર ન. જીજે ૧૦ એસી ૯૫૫૯ કિ. રૂ. ૧,૫૦,૦૦૦ તથા બે મોબાઈલ કિ. રૂ. ૩૦૦૦ એમ કુલ મળીને ૧,૯૯,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બન્ને આરોપીઓ જિતેન્દ્ર અને પ્રકાશ આ બિયરનો આ જથ્થો રાપર ના મોડા થી રાજકોટ લઈ જવાના હતા. આઈજી સુભાષ ત્રિવેદી અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ રાપરમાં અત્યારે બુટલેગરો વિરૂદ્ધ સપાટો બોલાવાઈ રહ્યો છે. રાજસ્થાન અને હરિયાણાથી કચ્છ આવતા દારૂના જથ્થા માટે રાપર અત્યારે કટિંગ પોઇન્ટ બની ગયું છે.