Home Current લોક સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોરવા રાપરના મહિલા ધારાસભ્યએ કર્યા ધરણા –...

લોક સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોરવા રાપરના મહિલા ધારાસભ્યએ કર્યા ધરણા – જાણો શું છે તેમની માંગ?

512
SHARE
વાગડ વિસ્તારમાં અનેક સરકારી સેવાઓની ઉણપો વચ્ચે અને વિવિધ સમસ્યાને લઈ તેમજ રાપર-ધોળાવીરા રોડ પર નંદાસર નજીક પડી ગયેલા પુલ પર રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના માગદશઁન હેઠળ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાપર ધોરાવીરા માર્ગ પર તુટી ગયેલા પુલ અને રસ્તાને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવામાં આવે તેમજ સમયાંતરે આ રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેમજ બંધ કરવામાં આવતી પ્રાથમિક શાળા શરૂ રાખવા તેમજ આરોગ્ય કેન્દ્રમાં પુરતા પ્રમાણમા સ્ટાફની નિમણૂક કરવામાં આવે તે માટે ધરણાં યોજીને સરકાર સામે બાંયો ચડાવી છે ખાસ કરીને રાપર વિસ્તાર ના એકમાત્ર ટુરિસ્ટ પોઇન્ટ ધોળાવીરાને જોડતો એકમાત્ર માર્ગની બિસમાર હાલત અને 11 મહિના રજુઆત કરવા પછી પણ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી તેવો આક્ષેપ રાપરના ધારાસભ્યએ કર્યો હતો તો રાપર વિસ્તાર પ્રત્યે અનેક સમસ્યા છતાં સરકાર અને પ્રશાસન ધ્યાન ન આપતું હોવાનું નિવેદન કર્યું હતું ધરણા સાથે નર્મદા યોજનાના અધિકારીઓને અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે આ ધરણાંના કાયઁકમમા કોગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા અગ્રણી ભચુભાઈ આરેઠીયા રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ પરમાર મહેશ ઠાકોર ગજુભા વાઘેલા. સહદેવસિહ જાડેજા રમેશ ચૌધરી જયેન્દ્ ચોધરી. વિનોદ ઠાકોર બબાભાઇ આહિર બાબુભાઈ દવે વસંત મહેશ્વરી નરેન્દ્ર દૈયા મહાદેવપુરી ગોસ્વામી હેતુભા સોઢા કસ્તુરી બેન ઠક્કર ભચીબેન બાંભણીયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.