Home Crime સફરજનની આડમાં કચ્છ આવેલો લાખોનો દારૂ ઝડપાયો : 1 પકડાયો 4 ના...

સફરજનની આડમાં કચ્છ આવેલો લાખોનો દારૂ ઝડપાયો : 1 પકડાયો 4 ના નામ ખુલ્યા

1252
SHARE
પોલીસની કડક દારૂબંધીની નેમ વચ્ચે પણ કચ્છમાં લાખો રૂપિયાનો દારૂ ઘુસાડવાના પ્રયત્ન ચાલુ છે અને આવોજ નવતર પ્રયાસ બુટલેગરો દ્વારા કરાયો હતો જેને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વરસાણા નજીક એક ટ્રક રોકી હતી અને તપાસ કરતા તેમાં સફરજનની આડમાં છુપાવેલ 12.68 લાખની કિંમતનો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 3624 બોટલ કિંમત 12.68.400નો જથ્થો કબ્જે કર્યો હતો તો અન્ય એક કાર, ટ્રક મોબાઈલ સહિત અંદાજિત 33 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો દારૂ ની ખેપ કરનાર રાધનપુરના નવાબખાન કમાલખાન સિંધીની ધરપકડ કરી છે જ્યારે એક અજાણ્યા શખ્સ સહિત અન્ય 3 વ્યક્તિ સામે અંજાર પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય આરોપી પકડાશે કે પછી રાબેતા મુજબ

કચ્છમાં અગાઉ અને વર્તમાનમાં મોટા ભાગના કિસ્સામાં ટ્રક ડ્રાઇવર જેવા નાના વ્યક્તિઓ પકડાય છે પણ માલ મંગાવનાર કે માલ મોકલનારના માત્ર નામ ખુલે છે અથવા તો તેની માહિતી મળે છે પણ તપાસમાં પોલીસના હાથ તેમના સુધી પહોંચતા નથી ત્યારે આ કિસ્સામાં અન્ય આરોપી પોલીસને હાથ લાગે છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે પોલીસે કચ્છમાં લાખો નો માલ મંગાવનાર અને મોકલનાર વ્યક્તિઓની કડી મેળવવા કવાયત શરૂ કરી છે જો કે કચ્છમાં પાછલા દિવસોમાં ઝડપાયેલ જથ્થો ક્યા મોટા બુટલેગર ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે પણ જાણવું એટલું જ પોલીસ માટે જરૂરી છે.