Home Current માલદીવ મધ્યે સમુદ્રી તોફાનમાં અટવાયેલા ૧૪ માછીમારો પહોંચ્યા મુન્દ્રા – મોત સામે...

માલદીવ મધ્યે સમુદ્રી તોફાનમાં અટવાયેલા ૧૪ માછીમારો પહોંચ્યા મુન્દ્રા – મોત સામે જિંદગીની જીત

475
SHARE
માલદીવ ટાપુ નજીક ભયંકર તોફાનમાં ફસાયેલા અને મોતનું તાંડવ નજીકથી નિહાળનારા 14 માછીમારો આજે સલામત મુન્દ્રા બંદરે આવી પહોંચ્યા હતા આ ચૌદ માછીમારો માંથી 2 કેરાલાના અને 12 માછીમારો તામિલનાડુના છે. ગત રાત્રે 2 વાગ્યે કોસ્ટગાર્ડની 403 નંબરની શીપમાં 14 માછીમારો આવી પહોંચ્યા હતા મુન્દ્રા કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ હેમંતભાઈ શાહે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે ગત 5 નવેમ્બરના કુલ 22 બોટમાં 264 માછીમારો કોચીથી દરિયામાં નિક્ળ્યા હતા અને 2 ડિસેમ્બરના માલદીવ પાસે દરિયામાં ભયંકર તોફાનમાં ફસાયા હતા તેમની પાસે ખાવાનું તો હતું પણ તોફાનમાં બોટો હાલક ડોલક થતાં જમી શકયા ન હતા
4 ડિસેમ્બરના આ બોટોની બાજુમાં કોસ્ટ ગાર્ડના મેસેજથી નજીકના મર્ચન્ટ વેસલ્સએ આ તમામ માછીમારોને બચાવી લીધા હતા અને કોસ્ટ ગાર્ડને સોંપ્યા હતા કુલ 264 માછીમારોમાંથી 250 માછીમારોને ગોવામાં કોસ્ટ ગાર્ડ દ્વારા અન્ય મર્ચન્ટ વેસલ્સને આ માછીમારોને તેઓ જ્યાં જતા હોય ત્યાં નજીકના બંદરોએ પહોંચાડવા જણાવ્યું હતું જે પૈકીના 14 માછીમારો આજે વહેલી સવારે મુન્દ્રા બંદરે આવી પહોંચ્યા હતા
જોકે,આ માછીમારો થોડા ગભરાયેલા હતા અને તામિલ તેમજ મલયાલમ ભાષા બોલતા હતા તામિલનાડુથી આવેલા 2 ફિશરીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયામાં ભયંકર તોફાનમાં માછીમારોને દૂર દૂર સુધી કઈં દેખાતું ન હતું તેઓએ મોતને નજીકથી જોયુ હતું અને પોતાના કુટુંબ પરીવારને યાદ કરતા હતા.
કોસ્ટગાર્ડ ના હેમંત શાહ અને કમાન્ડન્ટ આર કે પી સિસોદિયાએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડના મેરી ટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યૂ કોર્ડિનેશન સેન્ટર દેશ ના મુંબઈ , ચેન્નઈ અને આદામાન નિકોબારમાં આવેલા છે
આજે તામિલનાડુથી ફિશરીઝ વિભાગના અધિકારીઓ સાનમુઘમ અને આનંદનએ 14 માછીમારોનો કોસ્ટગાર્ડ પાસેથી વિધિવત કબજો લીધો હતો તેમની સાથે માંડવીના ફિશરીઝ ડિપાર્ટમેન્ટના પ્રદીપ પટેલ આવ્યા હતા અને કબજો લીધો હતો
કોસ્ટ ગાર્ડ ના હેમંતભાઈ શાહએ જણાવ્યું હતું કે તમામ 14માછીમારો અંદાજે 14 થી 40વર્ષની ઉમરના છે. કોસ્ટ ગાર્ડની સમયસરની મદદથી મોત હારી ગયું અને જિંદગી જીતી ગઈ.