Home Crime રાજસ્થાન પોલિસે કચ્છ આવતા નશાના કારોબાર પર ધોંસ બોલાવ્યા બાદ હવે પુર્વ...

રાજસ્થાન પોલિસે કચ્છ આવતા નશાના કારોબાર પર ધોંસ બોલાવ્યા બાદ હવે પુર્વ કચ્છ એલ.સી.બી પણ એકશનમાં આવી

667
SHARE
પુર્વ કચ્છમાં અફીણ અને દારૂ સહિતના નશીલા પ્રદાર્થો ઘુસાડાય તે પહેલાજ રાજસ્થાન પોલિસે કાર્યવાહી કરી બે મોટી સફળતા મેળવ્યા બાદ જાણે પુર્વ કચ્છની મહત્વની ગુન્હા શોધક શાખા શરમમાં મુકાણી હોય તેમ ભચાઉના ચિરઇ નજીકથી એલ.સી.બીએ 15.11 લાખની કિંમતનો વિવિધ બ્રાન્ડનો દારૂનો જથ્થો ઝડપ્યો છે જો કે પોલિસના દરોડા દરમીયાન મોટા ભાગના કિસ્સામા થાય છે તેમ આરોપી પોલિસે પહોંચે તે પહેલાજ ભાગી જવામાં સફળ રહ્યા હતા એલ.સી.બીએ આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલિસને મામલો સોંપ્યો છે પરંતુ ચિરઇ નજીક દારૂ ઝડપવાની કામગીરી પાછળ ક્યાંકને ક્યાક રાજસ્થાન પોલિસે કરેલી બે મહત્વની કામગીરી પછી એસ.પીએ કડક કામગીરી અને કચ્છ કનેકશન શોધવા માટે કરેલા આદેશો કારણભુત હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે

પુર્વ કચ્છના મહત્વના કેશ વણઉકેલ્યા તેવામાં રાજસ્થાન પોલિસની કાર્યવાહીનું કચ્છમાં પગેરૂ શોધવું પોલિસ માટે પડકાર

રાજસ્થાન પોલિસે ઝડપેલ અફીણ ડોડાનો મામલો હોય કે લાખોના દારૂનો મામલો બન્ને કિસ્સાની પ્રાથમીક તપાસમા પુર્વ કચ્છમાં આ જથ્થો આવતો હોવાની હકીકતો સામે આવ્યા બાદ એલ.સી.બી સહિતની મહત્વની બ્રાન્ચને પોલીસવડાએ કડક સુચના આપી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે પરંતુ આદિપુરમાંથી ઝડપાયેલ બનાવટી દારૂની ફેક્ટરીનો મામલો હોય કે પછી ચકચારી આપઘાત નો કેસ હોય કે પછી પોલિસ ચોપડે ન નોંધાયેલ રાજકીય આગેવાન દ્વારા ફાયરીંગનો મામલો, પોલિસની તપાસ નિષ્ક્રિય રહી છે તેવામાં પોલિસ માટે રાજસ્થાનના બન્ને ગુન્હામાં કચ્છ કનેકશન શોધવું એક પડકાર રહેશે એવું દેખાઈ રહયું છે

ઉચ્ચકક્ષાએથી આવેલા આદેશ પણ કારણભુત

તાજેતરમાજ નવનિયુક્ત થયેલા રાજ્યના DGP એ સ્ટેટ મોનીટરીંગ શેલમા ફેરબદલ કર્યા બાદ કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે જેમા વ્યાપક ફરીયાદો પુર્વ કચ્છની મળતા કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા જેને પગલે પણ પોલિસ દોડતી થઇ છે.