Home Social જિલ્લા પંચાયત અધ્યક્ષના ગામની પ્રાથમીક શાળામાં બાળકોને શીખવાય છે આ “પાઠ” !?...

જિલ્લા પંચાયત અધ્યક્ષના ગામની પ્રાથમીક શાળામાં બાળકોને શીખવાય છે આ “પાઠ” !? ચોંકી ઉઠેલા અધ્યક્ષે શું આપ્યા આદેશો ?

1530
SHARE
કચ્છમાં પ્રાથમીક શિક્ષકોની ઘટ, કથળેલુ શિક્ષણ અને પ્રાથમીક સુવિધા નો અભાવ આ સમસ્યા વર્ષોથી છે, અને તે કાયમ છે. પરંતુ જેમના વહીવટ હસ્તક આ પ્રાથમીક શાળાઓ આવે છે. તેવા જિલ્લા પંચાયતના અધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરીયાના ગામ માધાપરની પ્રાથમીક શાળામાં જ બાળકોને શિક્ષણની સાથે શાળાની સફાઇ અને મહેમાનોની ચાયની ટ્રે સાથે આગતા સ્વાગતાની તાલીમ શાળાના શિક્ષકો દ્વારા અપાય છે. વાત છે,માધાપર પંચાયતી પ્રાથમીક શાળા નંબર-02ની કે જ્યાની તસ્વીરો તમને શિક્ષણ સ્તરની બદલાતી તસ્વીરના દર્શન કરાવે છે. સ્કુલના વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવાય તે કદાચ માની શકાય કેમકે,સ્વચ્છતા ત્યા પ્રભુતા અને તેના પાઠ બાળકો ભણે તે જરૂરી છે. પરંતુ શાળાની સફાઇ સાથે બાળકો પાસેથી મહેમાનો માટે ચાય પણ પીરસાવાય છે. તે શિક્ષણ સાથે સુસંગત નથી જો કે સેવા સાથે વિદ્યાર્થીઓને સારી સુવિધા મળતી નથી. સફાઇના અભાવ વચ્ચે દૂષિત પાણી બાળકોને પીવુ પડે છે. સૌથી દુખદ બાબત એ છે કે જિલ્લા પંચાયત પ્રમુખના ગામમાં જ આ શાળા આવેલી છે અને આ શાળાનુ ઉદઘાટન પણ પંચાયત પ્રમુખે કર્યુ હતુ, અને તે જ શાળામાં બાળકોના શિક્ષણ સાથે તેમની પાસેથી આવા કામો પણ કરાવાય છે. જેને શિક્ષણ સાથે કોઇ સંબધ નથી.

https://youtu.be/t8RSxW4rBQg

શું કહે છે શાળા ના આચાર્ય ?

માધાપર ની સરકારી પ્રા. શાળા ન.૨ ના આચાર્ય અંકિત ઠક્કર નો આ મુદ્દે ન્યૂઝ4કચ્છ દ્વારા સંપર્ક કરાયો તો તેમણે આ ઘટના ને હળવાશથી લેતા જણાવ્યું કે આ તો ક્યારેક મહેમાનો આવે ત્યારે જ વિદ્યાર્થીઓ ચા પીવડાવે છે.બાકી, સફાઈ નું કામ નિયમિત રીતે વિદ્યાર્થીઓ શીખે એટલે કરાવાય છે.

 જિલ્લા પ્રમુખ ને લાગ્યો આંચકો

જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા નો જ્યારે ન્યૂઝ4કચ્છ દ્વારા સંપર્ક કરાયો તો તેમણે શું કહ્યું ? દૂષિત પાણી બાળકો ને પીવું પડે તે દુઃખદ છે.હું જોવડાવી લઉ છું,પાણી ની સમસ્યા હોય તે શાળાઓએ ગ્રામ પંચાયત નું ધ્યાન દોરવું જોઈએ.શાળાની અંદર બાળકો સફાઈ કરે તે બરાબર છે.પણ શાળા ની બહાર સફાઈ કરાવવી અયોગ્ય છે.જોકે, શાળા માં કોઈ ને પણ પાણી અથવા તો ચા પીવડાવવા ની ફરજ બાળકો ને પાડવામાં આવે તે વખોડવાલાયક ઘટના છે.  કચ્છ ની દરેક શાળાઓ ને આ અંગે જિલ્લા પંચાયત પરિપત્ર પાઠવી તાકીદ કરશે કે શિક્ષણ સિવાય બીજું કામ બાળકો પાસે કરાવવું નહીં.

જિલ્લા પ્રમુખ ના ગામ માં જ દીવા નીચે અંધારુ !!

રાજ્ય સરકાર ભલે ગુણોત્સવ માટે મહેનત કરે અને જિલ્લા સ્તરે પણ શિક્ષણ ના બદલાવ માટે કાર્યક્રમો કરે પરંતુ વાસ્તવિકતા એ છે કે, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા ના ખુદ ના ગામ માધાપર માં જ દીવા તળે અંધારું વર્તાયું.એ કચ્છ ના શિક્ષણ જગત ની કડવી વાસ્તવિકતા છે.