Home Current ગુજરાત કોંગેસ ના નવા પ્રમુખ અમિત ચાવડા : હવે કચ્છ નો વારો...

ગુજરાત કોંગેસ ના નવા પ્રમુખ અમિત ચાવડા : હવે કચ્છ નો વારો ?

1171
SHARE
(ન્યૂઝ4કચ્છ) અંતે કોંગ્રેસે પોતાના પક્ષ ના સુકાની બદલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ ગુજરાત કોંગ્રેસ નું સુકાન યુવા નેતા અમિત ચાવડા ને સોંપ્યું છે. અમિત ચાવડા અત્યારે કોંગ્રેસ ના ધારાસભ્ય છે અને વિધાનસભા માં દંડક છે. ગુજરાત કોંગ્રેસ ના નવા પ્રદેશ પ્રમુખ ની ફેરબદલ સાથે જ હવે જિલ્લાસ્તરે પણ માળખું બદલાશે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 હવે કચ્છ નો વારો ?

ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ બદલાયા બાદ કચ્છ કોંગ્રેસ માં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે કચ્છ ના જિલ્લા પ્રમુખ બદલાશે. કોંગ્રેસ કાર્યકરો અત્યારથી જ વ્યંગ માં કહી રહ્યા છે કે  જે રીતે કચ્છ કોંગ્રેસ ના પ્રમુખ સામે લઘુમતી નેતાઓના રાજીનામાં પડી રહ્યા છે એ જોતાં હવે કચ્છ નો નમ્બર લાગશે. હવે એ જોવું રહ્યું કે સંસદસભ્ય બનવાના સપના જોતા  જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી બદલાશે કે ફરી પાછા નસીબદાર સાબિત થઈ ને જિલ્લા પ્રમુખ નું સ્થાન જાળવી રાખશે ?