Home Current રાધે રાધે…મંત્રીનાં ગામમાં લાગ્યા દેશ વિરોધી તત્વોને ભગાડવાના બેનર, જાણો શુ થયું...

રાધે રાધે…મંત્રીનાં ગામમાં લાગ્યા દેશ વિરોધી તત્વોને ભગાડવાના બેનર, જાણો શુ થયું છે કચ્છનાં રતનાલમાં?

1365
SHARE
જયેશ શાહ (ન્યૂઝ4કચ્છ.કચ્છ) CAAને મુદ્દે સમગ્ર દેશમાં તરફેણ તથા વિરોધમાં જલદ દેખાવ-પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ગુજરાતનાં મંત્રીનાં ગામમાં લાગેલા પોસ્ટરથી એક નવો વિવાદ આકાર લઇ રહ્યો છે ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાનાં મંત્રી વાસણભાઈ આહીરના કચ્છમાં આવેલા રતનાલ ગામમાં લાગેલા પોસ્ટરમાં દેશ વિરોધી તત્વોને આડકતરી ચીમકી આપવામાં આવી છે જેમાં જયશ્રી રામનાં નારા સાથે એવું લખવામાં આવ્યું છે કે, “દેશ વિરોધી તત્વોએ પોતાના વાહન તથા રિક્ષા પાર્ક કરવા અથવા ઉભા રાખવા નહીં”. કેસરી રંગવાળા આ પોસ્ટર બનાવનાર તરીકે અખિલ ભારત દેશ રક્ષક સમિતિ એમ લખવામાં આવેલું છે આ પોસ્ટર રતનાલ ગામના બસ સ્ટેન્ડ પાસે રેલવેની લોખંડની ગ્રીલ ઉપર લટકાવવામાં આવેલા છે.
આ પ્રકારના બેનર લગાડવા પાછળ તાજેતરમાં CAAને લઈને જે વિરોધ પ્રદર્શન થયા હતા તે જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું અંજાર વિધાન સભાના ક્ષેત્રના ધારાસભ્ય એવા મંત્રી વાસણભાઈ આહીરનાં ગામ રતનાલમાં આસપાસના ગામમાંથી લઘુમતી સમાજનાં લોકો રીક્ષા-છકડા ચલાવે છે CAAનાં વિરોધ પ્રદર્શન વેળાએ આ આસપાસના લઘુમતી સમાજ સહિતનાં લોકોએ બંધ પાળ્યો હતો જેને કારણે રતનાલ ગામમાં રોષ ફેલાયો હતો જેનાં પરિણામ સ્વરૂપ આ પ્રકારનાં બેનર લાગ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે CAAનો વિરોધ કરનારને દેશ વિરોધી તરીકે ચિતરવાની જે પરંપરા શરૂ થઈ છે તેની અસર સરકારના મંત્રીનાં ગામમાં જોવા મળતા કોમી એખલાસ માટે જાણીતા કચ્છમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પાડી શકે છે સમગ્ર મામલે બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ અંગે ઇન્કવાયરી ચાલું હોવાનું જણાવ્યું હતું.

કોમી એકતાનું વાતાવરણ ડહોળવાનું કાવતરું ?

દેશભરમાં જયારે પણ કોમી તોફાનો થતા રહ્યા છે ત્યારે એકાદ બે ઘટનાઓને બાદ કરતા સરહદી જિલ્લા કચ્છમાં શાંતિ છવાયેલી રહી છે ત્યારે આ પ્રકારની ઘટના શાંતિપ્રિય કચ્છમાં કોમી એકતાનું વાતાવરણ ડહોળવાનું એક કાવતરું હોવાનું લાગી રહ્યું છે CAAનાં વિરોધ અને તરફેણમાં કચ્છમાં લોકો મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાને કારણે સોશીયલ મીડિયામાં પણ મિમ્સ તથા વિડિઓ વાઇરલ થઈ રહ્યા છે થોડા દિવસ પહેલા જ કચ્છ ભાજપનાં એક કાર્યકરે કોમી ટિપ્પણી કરી હતી જેમાં કોંગ્રેસના એક મહિલા કાર્યકરે તેમને ફોન કરીને આ અંગે વાતચીત કરી હતી આ વાતચીતની ઓડિયો પણ બંને સમુદાયનાં લોકો વચ્ચે વાઇરલ થઈ હતી જોકે પોલીસના દાવા પ્રમાણે સોશીયલ મીડિયા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે ત્યારે મંત્રીનાં ગામ રતનાલમાં પોલીસ કેવી કાર્યવાહી કરે છે તેની ઉપર પણ લોકોની નજર રહેલી છે.