Home Current કંડલાથી કરાંચી જઈ રહેલા ચીનના ક્રુ મેમ્બરવાળા શિપને અટકવાયું, જાણો શુ છે...

કંડલાથી કરાંચી જઈ રહેલા ચીનના ક્રુ મેમ્બરવાળા શિપને અટકવાયું, જાણો શુ છે સમગ્ર ઘટના

1301
SHARE
જયેશ શાહ (ન્યૂઝ4કચ્છ.કચ્છ) કચ્છનાં કંડલા બંદરેથી પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને રવિવારે અચાનક અટકાવી દેવામાં આવ્યું છે આ જહાજ હોંગકોંગથી કચ્છનાં કંડલા બંદરે આવ્યું હતું અને ત્યારબાદ કરાંચી જવાની તૈયારીઓ કરી રહ્યું હતું ત્યારે જ તેને અટકાવી દેવામાં આવતા ભારતીય ગુપ્તચર એજન્સીઓના કાન સરવા થઈ ગયા હતા શિપમાં જે 22 ક્રુ મેમ્બર છે તે ચીનના છે શિપને શા માટે અટકાવવામાં આવ્યું છે તે મામલે કંડલા પોર્ટ તેમજ સંબંધિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ભેદી ચુપકીદી સેવી લેવામાં આવી છે
રવિવારે કંડલા પોર્ટની જેટી નંબર 15 ઉપર લાંગરેલા હોંગકોંગ ફ્લેગ શિપવાળા સિયુઆઈ યુન નામના જહાજને કસ્ટમ દ્વારા રોકવામાં આવ્યું હોવાની વાત બહાર આવી છે સંભવ છે કે તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ રહેલી છે જે કરાંચી પોર્ટ ઉપર ઉતારવાની હતી પરંતુ તે દરમિયાન જ શિપને અટકાવી દેવામાં આવતા કચ્છ સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ હતી શિપને અટકાવવા અંગે કંડલા પોર્ટના ટ્રાફિક મેનેજર કૃપા સ્વામી તથા ડેપ્યુટી કંઝરવેટર કપ્તાન ટી. શ્રીનિવાસે અજાણ હોવાનું જણાવ્યું હતું.

ચીનાઓને કારણે કોરોનાની પણ બીક

હોંગકોંગના શિપમાં 22 ચીના ક્રુ મેમ્બર ઓન બોર્ડ છે જેને કારણે કોરોના વાઇરસને લઈને પણ પોર્ટ ઉપર ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કંડલા સહિત સમગ્ર કચ્છમાં હાલ કયાંય પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને ચકાસવાની કોઈજ વ્યવસ્થા નથી ત્યારે ચીનાઓવાળા જહાજને લઈને ખાસ્સી એવી તકેદારી રાખવામાં આવી રહી હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો.