Home Crime મુંબઇ એરપોર્ટથી થયેલી ધરપકડનું કનેક્શન કચ્છમાં નીકળ્યું,ગુજરાત ATSનાં ઓપરેશનમાં ચાર શખ્સને ગાંધીધામ-માંડવીથી...

મુંબઇ એરપોર્ટથી થયેલી ધરપકડનું કનેક્શન કચ્છમાં નીકળ્યું,ગુજરાત ATSનાં ઓપરેશનમાં ચાર શખ્સને ગાંધીધામ-માંડવીથી ઉઠાવાયા

2721
SHARE
જયેશ શાહ (ન્યૂઝ4કચ્છ.ભુજ) સરહદી જિલ્લા કચ્છમાં ગુજરાત ATS દ્વારા રવિવારે એક ગુપ્ત ઓપરેશન દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ઉઠાવી લેવામાં આવ્યા હતા કચ્છનાં ગાંધીધામ તથા માંડવી વિસ્તારમાં ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે આ ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું થોડા દિવસ પહેલા મુંબઇ એરપોર્ટ ઉપરથી એક શખ્સને એટીએસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો જેની પૂછપરછ દરમિયાન કચ્છનું કનેક્શન તથા માંડવી ગાંધીધામમાં છુપાયેલા વ્યક્તિઓ અંગે માહિતી મળતા એટીએસ તથા એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મુનાફ મુસા નામના પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા શખ્સને ગુજરાત એટીએસ દ્વારા મુંબઇ એરપોર્ટથી પકડી લેવામાં આવ્યો હતો કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણ ઉપરાંત 1993માં મુંબઈમાં થયેલા ધડાકાઓમાં પણ તેની સંડોવણી બહાર આવેલી છે મુસાની પૂછપરછ દરમિયાન કચ્છનાં માંડવીમાં રહેતા એક વ્યક્તિનું નામ ખુલ્યું હતું જે માદક પદાર્થની ખરીદ-વેચાણમાં મિડલ મેન તરીકે કામ કરતો હતો માંડવીના આ શખ્સ ઉપરાંત કચ્છનાં ગાંધીધામમાં રહેતા કેટલાક વ્યક્તિઓનું પણ કનેક્શન બહાર આવતા ગુજરાત એટીએસની ટીમ દ્વારા કચ્છમાં શનિવારથી ધામા નાખવામાં આવ્યા હતા સમગ્ર મામલામાં હાલ ગુજરાત એટીએસ કે કચ્છ એસઓજી દ્વારા કોઈ પ્રકાશ પાડવામાં આવ્યો નથી જોકે સોમવારે બપોરે ત્રણ વાગે અમદાવાદ ખાતે એટીએસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલું હોવાનું જાણવા મળ્યું છે સંભવ છે કે ગુજરાત એટીએસ આ મામલે વિગતવાર કોઈ મોટો ખુલાસો કરી શકે છે.