Home Current કચ્છમાં 465 લોકો ક્વોરેન્ટાઇનમાં : 31 સુધી લોકડાઉન, તંત્ર કડક હાથે લેશે...

કચ્છમાં 465 લોકો ક્વોરેન્ટાઇનમાં : 31 સુધી લોકડાઉન, તંત્ર કડક હાથે લેશે કામ

1821
SHARE
દેશમાં વ્યાપી રહેલા કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં આવી રહેલા ઉછાળાને ધ્યાને લઇ સરકારે અપીલની સાથે સાથે કડક અમલવારી શરૂ કરી દીધી છે મળતા અહેવાલ મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 2580 કોરોના અંગેના ટેસ્ટમાં 75 પોઝિટિવ આવ્યા છે.દેશના 30 રાજ્યો સાથે ગુજરાત સરકારે પણ 31 સુધી લોકડાઉનની જાહેરાત કરી છે રાજ્યના જિલ્લાઓની બોર્ડરો સીલ કરી દેવાઈ છે, શાળામાં ભણતા 1થી9 ધોરણના બાળકો માટે પણ સરકારે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર તમામ જિલ્લામાં લોકડાઉન રહેશે ખાનગી વાહનોમાં બિનજરૂરી પ્રવાસ નહિ થઇ શકે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટે જ લોકોને છૂટ અપાશે કચ્છ જિલ્લામાં પણ લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે SRPની બટાલિયન તૈનાત કરશે તો જિલ્લામાં વિદેશથી આવેલા લોકો અને કોરોના અસરગ્રસ્તના સંપર્કમાં આવેલા લોકોનું આરોગ્ય તંત્ર દ્વારા લિસ્ટ બનાવાયું છે પશ્ચિમ કચ્છથી માંડીને ગાંધીધામ સહિતના વિસ્તાર તેમજ સ્થાનિક ભુજના મળીને 465 જેટલા લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે અને આ તમામના નામો જાહેર પણ કરાયા છે જે જે સ્થળોએ રખાયેલા આ તમામ લોકોને ઘર અથવા જ્યાં રખાયા છે ત્યાં બહાર સૂચના પણ મુકાઈ છે આ તમામ લોકોને રખાયા છે તે સ્થળ પરજ રહેવા જણાવાયું છે નિયમના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના પણ અપાઈ છે. કચ્છમાં તંત્ર સાબદું બન્યું છે પરંતુ હજુ લોકો જોઈએ તેટલા ગંભીર ન હોવાનું પણ જણાઈ રહ્યું છે પોલીસ તંત્રની વારંવારની અપીલ બાદ જો હવે લોકો બેદરકાર જણાશે તો પોલીસ કડક વલણ અપનાવશે એવું પણ જાણવા મળી રહ્યું છે જયારે આરોગ્ય તંત્ર પણ સતત પ્રયત્નશીલ રહીને આરોગ્ય સેવા બાબતે તબીબો સાથે ખડે પગે છે પરંતુ મળતા અહેવાલ મુજબ કેટલીક ખાનગી હોસ્પિટલો કે ખાનગી તબીબો સહયોગ આપવામાં આનાકાની કરી રહ્યા હોવાની પણ ચર્ચા ઉઠી રહી છે એકંદરે કચ્છ જિલ્લામાં વિદેશથી વતન આવેલા તેમજ જિલ્લા બહાર આવેલા લોકોનું સ્ક્રિનિંગ તેમજ પરીક્ષણ થયું છે પરંતુ કેટલાક કિસ્સામાં લોકોની જાગૃતિનો અભાવ કે છુપા ભયના કારણે લોકોએ પણ ટાળ્યું હોવાની ફરિયાદ ઉઠી છે વર્તમાન માહોલની ગંભીરતાને ધ્યાને લઈ નગરપાલિકાઓ દ્વારા આવાગમનના જાહેર સ્થળોએ સેનિટાઇઝિંગથી માંડીને શહેરોના વિસ્તારોમાં દવા છંટકાવ અને સફાઈ સહિતેની કામગીરી પણ કરાઈ છે આવી ગંભીર અને વિકટ સ્થિતિ વચ્ચે ઘેર બેઠેલા લોકો ટી.વી.અને શોશિયલ માધ્યમ દ્વારા પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે પરંતુ કેટલાક ઉત્સાહી લોકો મોબાઈલમાં આવતા મેસેજોની ખરાઈ કર્યા વિના ફોરવર્ડ કરીને વાતાવરણને વધુ ભયભીત પણ કરી રહ્યા છે પ્રશાશન દ્વારા આ બાબતે અપીલ સાથે ચેતવણી પણ અપાઈ છે.
IG સુભાષ ત્રિવેદી અને પ.કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા પણ લોકડાઉનનો અમલ કરાવવા રસ્તા પર ઉતર્યા હતા અને માધ્યમો દ્વારા અપીલ પણ કરી છે અન્ય દેશોની સ્થિતિ અને આવેલી વિગતો તેમજ વડાપ્રધાન અને રાજ્ય સરકાર દ્વારા થતી જાહેરાતો અને અપીલનું ચુસ્તપણે પાલન કરવું એજ સૌના હિતમાં છે ત્યારે લોકો આ બાબતને ગંભીરતાથી લે એ જરૂરી છે ખાસ કરીને બાળકો અને વૃધ્ધોને ઘરમાંજ રહેવાની પ્રાથમિકતા સાથે ઘરની બહાર જનારા વ્યક્તિએ કારણ વગરના સંપર્કો ટાળીને પોતાના પરિવારને જાતે ‘ક્વોરેન્ટાઇન’ કરે એવું જરૂરી બન્યું છે ‘ક્વોરેન્ટાઇન’ એટલે જાણતા અજાણતા કોરોનાગ્રસ્ત (કોરોના પોઝિટિવ જાહેર થયેલા)ના જાહેર થયા અગાઉ પણ સંપર્કમાં આવ્યા હોય અને જાહેર થાય ત્યારે સંપર્કમાં આવનાર વ્યક્તિએ ખુદ પોતાને 14 દિવસ માટે અન્યોના સંપર્કથી દૂર થઈ જવું જોઈએ જેથી પોતાના પરિવાર કે અન્યને કોઈ અસર ન પહોંચે માત્ર સાવચેતી અને સરકારની સુચનાઓનો ગંભીરતા પૂર્વક અમલ થાય તો પણ લોકો અને સમાજમાં જોવા મળતો છૂપો ભય દૂર થાય એમ છે.