Home Current કચ્છમાં લોકડાઉનનો કડક અમલ : જી.કે.જનરલ બનશે કોરોના સારવાર કેન્દ્ર : કચ્છ...

કચ્છમાં લોકડાઉનનો કડક અમલ : જી.કે.જનરલ બનશે કોરોના સારવાર કેન્દ્ર : કચ્છ બહાર ફસાયેલા લોકોના પરિવારમાં દહેશત

1414
SHARE
હવે સમગ્ર દેશ લોકડાઉન મોડમાં છે અને 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી 144ની કલમનો અમલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ આપેલા સંદેશમાં કોરોના સામે લડવા લોકોને લોકડાઉનમાં સંપૂર્ણ સહયોગ આપવાની અપીલ કરી છે સરહદી કચ્છ જિલ્લામાં પોલિસ, આરોગ્ય તંત્ર, તેમજ પ્રશાસન ખડે પગે રહ્યું છે ત્યારે મંગળવાર સાંજ સુધીની કચ્છની સ્થિતિ શું રહી એ જોઈએ – અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેસ-16, અત્યાર સુધી દર્દીઓના નેગેટિવ આવેલા રિપોર્ટ-11, અત્યાર સુધી પોઝિટિવ રિપોર્ટની સંખ્યા-1, બાકી રિપોર્ટની સંખ્યા-2, અત્યારે 5 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. એન. કન્નર દ્વારા અપાયેલી માહિતી અનુસાર સોમવારથી આંગણવાડીની આશા વર્કર બહેનો દ્વારા સર્વે શરૂ કરાયો છે જે 31 સુધી ચાલશે બે હજારથી વધુ ટીમો દ્વારા અત્યાર સુધી 64822 ઘરનો સર્વે કરાયો છે. 2,52,403 વ્યકિતઓને તપાસી છે જેમાંથી 440 વ્યકિતઓને સામાન્ય શરદી ઉધરસ જણાતાં સારવાર કરાઇ છે. ભુજ એરપોર્ટ પર 1367- કંડલા અને મુંદરા બંદર સહિત જિલ્લાના રેલવે સ્ટેશનો પર – 10125 સહિત અન્ય 9180 વ્યક્તિનું સ્ક્રીનિંગ કરાયું છે. જાહેરમાં થૂંકનારાને દંડની રકમ 500માંથી બમણી કરી એક હજાર કરાઇ છે જેમાં 177 વ્યકિત પાસેથી થૂંકવા બદલ રૂા.15,464નો દંડ વસૂલાયો છે. વિદેશથી આવેલા પેસેન્જરોને રાખવા 20 જગ્યાએ ઇન્સ્ટિટયૂશન ક્વોરેન્ટાઇન માટે વ્યવસ્થા કરાઇ છે, જેમાં અત્યાર સુધી 393 વિદેશી પેસેન્જરોને રખાયા છે 1033ને સલામતી ખાતર હાથ પર સિક્કો લગાવી ઘરમાંથી બહાર ન નીકળવા સૂચના આપી છે. હોમ ક્વોરેન્ટાઇનવાળા લોકોના ઘર પર સ્ટીકર લગાવાયા છે. જેમાં સૂચના લખાઇ છે કે, 14 દિવસ ઘરથી બહાર નીકળવાનું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજયાત્રા કરી આવેલા અને એનઆરઆઇ તેમજ મુંબઇથી આવેલા પ્રવાસીઓને સમયસર કવોરેન્ટાઇન કરાયા હોવાથી સ્થિતિ કંટ્રોલમાં રહી નહિતર પોઝિટિવ આંકડો વધી શકવાની સંભાવના રહેત સમગ્ર જિલ્લામાં આરોગ્યની ટિમ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા શ્રી કન્નરે કન્ટ્રોલ રૂમ નં. 02832-252207 આપતા જણાવ્યું હતું કે ક્યાંય પણ કોઈ સંદિગ્ધ કેશ જણાય તો અમને જાણ કરવી અને સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર થતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય એ સૌના હિતમાં છેઆ ઉપરાંત ડો. કન્નરે કચ્છમાં કોરોનાની સારવાર માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સાથે જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટર દ્વારા અદાણીના સંબંધિતો સાથે ચર્ચા કરી જી.કે. જનરલ હોસ્પિટલને જિલ્લાનું કોરોના સારવાર કેન્દ્ર બનાવવા સૂચના આપી હતી. આ માટે સરકાર તાલીમબદ્ધ ડોક્ટરો પૂરા પાડવા કટિબદ્ધતા દર્શાવી છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્યસચિવ, અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર દ્વારા તાત્કાલિક વેન્ટિલેટર મગાવવા અને ડોક્ટરોને તાલીમ આપી કચ્છ સહીત રાજ્યમાં જ્યાં જરૂરિયાત ઉભી થશે ત્યાં મોકલવા નિર્ણય લેવાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું .

લોકડાઉનના અમલમાં વ્યસ્ત પોલીસમાં પણ મહેકી સવેંદના

લોકડાઉનની કડક અમલવારી કરવા માટે જિલ્લા મથક ભુજ સહીત શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ અને વહીવટતંત્ર ખડે પગે રહ્યું હતું અને હજુ પણ કડક હાથે કામ લેવાશે એવું પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કેટલીક જગ્યાએ પોલીસે પોતાની ફરજની સાથે સાથે નિયમોને જાળવીને માનવતાના પણ દર્શન કરાવ્યા હતા ખાવડા મધ્યે પોલીસે ગરીબ બાળકોને ભોજન પણ કરાવ્યું હતું કેટલીક જગ્યાએ પોલીસ સામે લોકોએ રોફ પણ જમાવ્યો હતો નખત્રાણાના મગન મીઠુ કોળી નામના યુવકે લોકડાઉન દરમ્યાન બાઇકથી ફરી પોલીસનો વીડિયો ઉતારતા પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ગાળાગાળી અને ધાકધમકી કરી હતી સમજાવટના તમામ પ્રયાસો વ્યર્થ ગયા બાદ ફરજ ઉપરના સ્ટાફે તેને પકડી પોલીસ મથકે લઇ જઇ તેની વિરૂઘ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.જયારે પૂર્વ કચ્છમાં પણ પૂર્વ કચ્છ એસ.પી પરિક્ષિતા રાઠોડ સહીત પોલીસ સ્ટાફમાં માનવીય સંવેદના જોવા મળી હતી રાત્રીના સમયે લોકડાઉનની ડ્યુટીની સાથે સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગરીબ લોકો ને ગાંધીધામ આદિપુર વિસ્તારમાં ભોજન સામગ્રીનું વિતરણ કરાયું હતું એકંદરે કેટલાક લોકોએ પોલીસની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી તો કેટલાક પોલીસના કડક વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી જોકે પોલીસને કડક વલણ અપનાવવાની ફરજ લોકોના હિત માટે છે એવું નથી સમજાતું અને પોતાના અહમ અને બેદરકારીભર્યા મિજાજને કારણે અન્ય લોકો માટે પણ મુશ્કેલી સર્જી રહ્યા છે આ બધાય વચ્ચે નિયમોના ભંગ બદલ પોલીસ પણ કડક બની છે વડાપ્રધાનના સંદેશ બાદ પશ્ચિમ કચ્છ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન PCR વેનમાં જાહેર જનતા જોગ સંદેશ પણ વહેતો કર્યો છે અને આ સતત ચાલુ રહેશે
પોલીસનો સંદેશ નીચે આપેલી લિંક પરથી સાંભળી શકાશે

માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિરે ઘટસ્થાપન

વર્તમાન સ્થિતિને અનુલક્ષીને તમામ ધર્મસ્થાનો બંધ રખાયા છે કેટલાક મંદિરોએ online darshan ની સુવિધા ઉપલબ્ધ કરાવી છે બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભુજ આશાપુરા મંદિર અને દેશદેવી માં આશાપુરા માતાના મઢ સ્થાનકે ઘટસ્થાપન કરાયું હતું આ પ્રસંગે મા આશાપુરાના આજીવન સેવક શ્રી રાજાબાવા લોકોને ઘરમાં રહી માની સેવા પૂજા કરવા અને સરકારશ્રીના આદેશો માનવા અપીલ કરી હતી સાથે સાથે આખા વિશ્વને આ મહામારીથી બચાવવા માટે વિશ્વની દેવીમાં આશાપુરાના ચરણોમાં યોગ્ય સમયે લક્ષચંડી હવન કરવાની નેમ વ્યક્ત કરી લોકોને આ મહામારી રૂપી દુઃખ દૂર કરવા પોતે કાયમ જીવનભર એક ટાઇમ ભોજન લેશે તેવો સંકલ્પ કર્યો હોવાનું જણાવીને મા આશાપુરા તેમની પ્રાર્થના જરૂર સાંભળશે અને વિશ્વ આ મહામારી માંથી મુક્ત થશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી.

કચ્છ બહાર રહી ગયેલા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓના પરિવારો બન્યા ચિંતિત

લોકોના હિત માટે અપાયેલા લાંબા ગાળાના લોકડાઉન બાદ લોકોમાં કોરોના પ્રત્યે રહેલો છૂપો ભય થોડી હિંમત જરુ આપશે કેમકે દુનિયાભરમાંથી મળતી માહિતીથી લોકો સતત અપડેટ રહ્યા કરે છે પરંતુ કેટલાક વાલીઓ કે સ્વજનો કોરોનના ભયની સાથે સાથે અન્ય ભય અને ચિંતાથી પીડાઈ રહ્યા છે કચ્છ સહીત દરેક જગ્યાએ આ સમસ્યા લોકોને ડરાવી રહી છે અન્ય રાજ્ય કે જિલ્લાઓમાં અભ્યાસ અર્થે કે જોબ માટે ગયેલા યુવક યુવતીના વાલીઓ પોતાના સંતાનોની સ્થિતિ અંગે ચિંતિત છે કેમકે શરૂઆતમાં એક દિવસનું બંધ ત્યારબાદ 31 તારીખ સુધીની મુદ્દત એટલે વાલીઓ કે વિદ્યાર્થીઓ આ સમય પસાર કરી ગયા પણ હવે 21 દિવસનો સમય બંને બાજુએ ચિંતા પ્રસરાવી છે તો કેટલાક લોકો સારવાર અર્થે કચ્છ બહાર ગયા બાદ ફસાયા છે રાજ્ય સરકાર દ્વારા આવા લોકો માટે કોઈજ વ્યવસ્થા કે જાહેરાત નથી કરાઈ જેનો વસવસો લોકોને છે કેટલાક વાલીઓના જણાવ્યા અનુસાર પોતાના સંતાનો જ્યાં છે ત્યાં ઘર જેવી સેફટીમાં નહીંજ હોય એવો સવાલ કરી રહ્યા છે તો કેટલાક સારવાર માટે ગયેલા લોકો પણ અવ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે આ બાબતે રાજ્ય સરકાર કોઈ ઉપાય કે કોઈ એક બે દિવસ છૂટછાટ આપે અને પ્રશાસનિક વ્યવસ્થા કરે એવું પણ જરૂરિયાત વાળા લોકો ઈચ્છી રહ્યા છે

કોરોના રોકવા સંસદસભ્યએ ફાળવ્યા એક કરોડ

સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના MPLADS ફંડ અંતર્ગત કચ્છના સાંસદઃ વિનોદભાઈ ચાવડાએ કોરોના સંક્ર્મણ રોકવા જોડાયેલી સંસ્થાઓને રૂપિયા એક કરોડ ફાળવવાની જાહેરાત કરી છે જેમાં 10 લાખ મોરબી ક્ષેત્ર માટે અને 90 લાખ ક્ચ્છ માટે માસ્ક, સેનિટાઇઝર તેમજ પર્સનલ પ્રોટેકટિવ એકવીપમેન્ટ ખરીદવા દરખાસ્ત કરી છે જે કચ્છમાં કોરોનાને નાથવામાં મદદરૂપ બનશે

સંયમ રાખી તંત્રને મદદરૂપ થવા જિલ્લા કલેકટરે કરી અપીલ

21 દિવસ દરમ્યાન સંયમ જાળવીને તંત્રને સહયોગ આપવા જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે એ અપીલ કરી છે અને આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહેશે એવું આશ્વાસન પણ આપ્યું છે તમામ પ્રચાર પ્રસાર માધ્યમો સહિત તેમણે શોશિયલ મીડિયા દ્વારા પણ આ અપીલ કરી છે.