Home Current દૂધ-દવા અને દુવાઓનાં દોર વચ્ચે કચ્છમાં પોલીસ કરી રહી છે લોકસેવા

દૂધ-દવા અને દુવાઓનાં દોર વચ્ચે કચ્છમાં પોલીસ કરી રહી છે લોકસેવા

1748
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક.કચ્છ કચ્છમાં લોકડાઉનની આકરી અમલવારી વચ્ચે દૂધ-દવા અને દુવાનાં માહોલ વચ્ચે પોલીસ અધિકારીઓ માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે કચ્છનાં પૂર્વ અને પશ્ચિમ પોલીસ બેડા દ્વારા ગરીબ-એકલા રહેતા બાળકોથી માંડીને સિનિયર સિટીઝનને ઘરે બેઠા બેઠા દૂધ-દવાથી માંડીને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કેટલીક જગ્યાએ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે વિતરણ કરે છે અને કયાંક જાતે ભોજન પીરસતા પણ જોવા મળી રહ્યા છે જેને કારણે ખાખીના કડક ચહેરા પાછળ રહેલો માનવીય ચહેરો નજર આવી રહ્યો છે પશ્ચિમ કચ્છ પોલીસનાં કંટ્રોલ રૂમનાં100 નંબર ઉપર ફોન કરતા દૂધ અને દવા સહિતની સેવા ઘરે બેઠા મળી રહી છે એકલા, નિરાધાર વૃધ્ધો માટે પોલીસ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જેને લીધે સુદૂર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને બ્લડ પ્રેશરની દવાથી માંડીને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે બીજી બાજુ પૂર્વ કચ્છમાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે પોલીસ જાતે રસોઈ કરીને છેક તેમના ઘરે આપવા જાય છે.
સરકાર દ્વારા 21 દિવસનાં લોકડાઉન પછી જયાં તંદુરસ્ત અને હરીફરી શકે તેવા સંપન્ન લોકો પણ રઘવાયા બનીને આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે દોડાદોડ કરી રહ્યા છે ત્યાં એકલા રહેતા નિરાધાર વૃદ્ધ લોકો કેવી રીતે ગુજરાન ચલાવતા હશે તેવા પ્રશ્નનાં જવાબમાં પશ્ચિમ કચ્છ પોલીસની આ ઉમદા સેવા શરૂ કરવામાં આવી છે મોટાભાગનું જીવન થંભી ગયુ છે તેવામાં સિનિયર સીટીઝન માટે પોલીસ દ્વારા કન્ટ્રોલ રૂમનાં 100 નંબર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવેલી છે
બુધવારે પ્રથમ જ દિવસે જયારે ભુજ તાલુકાનાં ભારાસર ગામનાં એક વૃદ્ધ દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમનાં 100 નંબર ઉપર બ્લડ પ્રેશરની દવાની તકલીફ અંગે વાત કરી ત્યારે તેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે, માનકુવા પોલીસ સ્ટેશનના અધિકારી પોલીસનાં વાહનમાં છેક ઘરે આવીને બી.પી.ની દવા આપી જશે કંઈક આવું જ એક અન્ય વૃદ્ધ દંપત્તિ સાથે પણ થયું હતું તેમણે પણ જયારે 100 નંબર ઉપર શાકભાજીની સમસ્યા અંગે ડરતા હૃદયે વાત કરી એની ગણતરીની મિનિટોમાં પોલીસ જવાન દીકરો બનીને ઘરે શાક આપવા પહોંચી જતા વૃદ્ધ બાપાની આંખો ભીની થઇ ગઇ હતી.
પૂર્વ કચ્છમાં ફેક્ટરીઓ તથા કાસેઝ સહિતનાં આસપાસના વિસ્તારોમાં કામ કરતા લોકો ઘરે છે ત્યારે પરિવારનાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી એક વિકટ પ્રશ્ન બન્યો છે તેવામાં જે પોલીસ તેમને રસ્તા ઉપર નીકળતા અટકાવી રહી છે તેજ પોલીસ જયારે ઘરે તૈયાર ભોજન આપવા આવી ત્યારે તેમના હૃદય સાથે આંખો પણ ભીંજાય ગઇ હતી લોકો જયારે કામમાં જતા નથી ત્યારે પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ અને તેમની ટીમ દ્વારા માત્ર ભોજન વ્યવસ્થા જ નહીં પરંતુ જે લોકો લોકડાઉનને કારણે ફસાઈ ગયા છે તેમને તેમની નિયત જગ્યાએ પહોંચાડવાની માનવીય અભિગમવાળી કામગીરી કરવામાં આવી રહી છે માનસિક રીતે અસ્વસ્થ એક યુવાનને તેના 71 વર્ષનાં પેરેન્ટ્સ પાસે મોકલવા માટે ખુદ એસપી પરીક્ષિતા રાઠોડ સામે આવ્યા હતા અને આ પરિવારનું મિલન કરાવ્યું હતું.
કાંઈક આવા જ પોલીસનાં માનવીય અભિગમ અંગે જણાવતા પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાએ કહ્યું કે, લોકડાઉનની સ્થિતિમાં સામાન્ય વ્યક્તિઓને પણ તકલીફ પડી રહી છે ત્યારે વયસ્ક લોકો માટે પોલીસે કાંઈક કરવું જોઈએ તેવો વિચાર આવતા જ તેનો અમલ મુકવામાં આવ્યો હતો સિનિયર સીટીઝનને પોલીસ તરફથી આ સેવા આપવામાં આવી રહી છે તેનો પ્રચાર કરવામાં આવતા એક દિવસમાં ત્રણથી વધુ કોલ કન્ટ્રોલ રૂમમાં આવ્યા છે પોલીસનાં આ પ્રકારનાં માનવીય અભિગમ માટે બોર્ડર રેન્જનાં આઈજી સુભાષ ત્રિવેદી પણ મક્કમ હોવાને કારણે પોલીસને આવી કામગીરી કરવા માટે પ્રોત્સાહન મળી રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.