કચ્છની બોર્ડર પરથી ભારતીય સીમામાં ઘુસણખોરી કરવાના મામલે ઝડપાયેલા બે પાકિસ્તાની ઘુસણખોરોને આજે કોર્ટે સજા ફટકારી હતી. વર્ષ 2016માં અલગઅલગ વિસ્તારમાંથી આ બન્ને શખ્સો ઝડપાયા હતા જેનો કેસ આજે ભુજની પ્રથમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ યુ.એસ.પરમારની કોર્ટમાં ચાલી જતા આજે બન્ને ઘુસણખોરોને 1વર્ષ4 માસની સજા કોર્ટે ફટકારી હતી. સંપુર્ણ બનાવની વિગત આપતા સરકારી વકિલ અરવિંદ તડવીએ જણાવ્યું હતું કે કચ્છ બોર્ડર પિલર નંબર 1060 નજીકથી તારીખ 03-05-2016ના જાવેદ મીઠુ ઇસા રાણા ઝડપાયો હતો. અને તેના તુંરત 10 દિવસ બાદ તારીખ 13-05-2016ના પિલર નંબર 1081 નજીકથી રહિમ લાખા ખાના રાયમા ઝડપાયો હતો આજે આ બન્ને કેસ ભુજમાં ચાલી જતા બન્ને પાકિસ્તાની ઘુસણખોરોને ઇન્ડીયન પાસપોર્ટ કલમ 3અને6 તથા ફોરેનર્સ એક્ટની કલમ 14એ મુજબ કોર્ટે કસુરવાર ઠેરવી એક વર્ષ અને 4 માસની સજા ફટકારી હતી.