Home Current મુસ્લિમોના આસ્થા સ્થાનો પરના હુમલાનો વિરોધ્ધ એક થઇ કરાશે

મુસ્લિમોના આસ્થા સ્થાનો પરના હુમલાનો વિરોધ્ધ એક થઇ કરાશે

2672
SHARE
કચ્છના અબડાસા અને અંજારમાં મુસ્લિમ આસ્થાના સ્થાનો પર થયેલી તોડફોડ અને નુકશાની બાદ મુસ્લિમ સમાજે વિરોધ્ધ અને રજુઆતો કરવા છંતા કોઇ નિર્ણય ન આવતા હવે મુસ્લિમ સમાજે કલેકટર કચેરી સામે ન્યાય ન મળે ત્યા સુધી ધરણા કરી ગાંધી ચિધ્યા માર્ગે વિરોધ્ધનો નિર્ણય કર્યો છે. આજે નલિયા ખાતે આ અનુસંધાને મુસ્લિમ સમાજના લોકોની એક બેઠક મળી હતી. જેમાં હજુ સુધી અસામાજીક તત્વો સુધી પોલિસ પહોંચી શકી નથી એવો સૂર વ્યક્ત કરાયો હતો અને વાંરવાર આસ્થા સ્થાનો પર થઇ રહેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઇ સર્વાનુમતે આ નિર્ણય કરાયો હતો  સમગ્ર કચ્છના મુસ્લિમો દ્વારા આ ઘટનામાં ભુજ કલેકટર કચેરી સામે નિયમ મુજબ મંજુરી મેળવી વિરોધ્ધ કરાશે અને ન્યાય નહી મળે ત્યા સુધી વિરોધ્ધ ચાલુ રખાશે.અખીલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમીતી ઇબ્રાહીમ હાલેપોત્રા અબડાસાના રાજકીય અને સામાજીક અગ્રણી ઇકબાલ મંધરા,તકીસા બાવા સાલેમામદ પઢીયાર સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિ સમાજના લોકો એકઠા થયા હતા

બનાવ આસ્થાનો, છેક સુધી લડતની તૈયારી 

અબડાસાના ભવાનીપર,મોથાળા,સુથરી અને અંજારના શિણાય ગામમાં ધાર્મીક સ્થાનોને નિશાન બનાવાયા બાદ વિરોધ્ધ અને રજુઆતો પછી ઘટનાના આટલા દિવસો પછી પણ પોલિસ અસમાજીક તત્વો સુધી પહોંચી શકી નથી જેથી સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજમાં આક્રોશ છે. અને તેથીજ આગામી રણનીતીના ભાગરૂપે શાંતીપુર્વક કલેકટર કચેરી સામે ધરણા યોજી ન્યાય નહી મળે ત્યા સુધી સમગ્ર કચ્છના મુસ્લિમો ધરણામાં જોડાઇ ગાંધી ચિધ્યા માર્ગે વિરોધ્ધમાં જોડાશે તેવુ ન્યુઝ4કચ્છ સાથે વાત કરતા આગેવાન ઇકબાલ મંધરાએ જણાવ્યુ હતુ.