બેઝ ઓઇલ,કેમીકલ અને એવા અનેક પ્રદાર્થોની શંકાસ્પદ હેરફેરના કિસ્સા પુર્વ કચ્છમાંથી અનેકવાર સામે આવતા હોય છે. પરંતુ ભુજ બી-ડીવીઝન પોલિસે આવી હેરફેર ભુજ જી.આઇ.ડી.સી નજીકથી ઝડપી પાડી છે. ભુજ બી-ડીવીઝન પોલિસ મથકના પી.આઇ એસ.બી.વસાવા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારેજ પોલિસ વાહન જોઇ એક ટેન્કરે જી.આઇ.ડી.સી નજીક રીવર્સમાં પુરપાટ ભગાવતા પોલિસને શંકા ગઇ હતી અને જે આધારે તેનો પીછો કરી ટેન્કર ચાલકની પુછતાછ અને તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ બેઝ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. ટેન્કર નંબર GJ-12-Y-6673 જેમાં આઇલ લઇ જવાતુ હતુ તેના આધાર પુરાવા માંગતા તેની પાસેથી કોઇ પુરાવા મળી આવ્યા ન હતા જેથી પોલિસે શંકાસ્પદ જથ્થા સાથેનુ ટેન્કર અને તેના ચાલક સિંકદર ઇરફાનકાસમ પરમાર(ધાંચી) ની અટકાયત કરી હતી. પોલિસે ટેન્કર તથા બેઝ ઓઇલના જથ્થા સહિત 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
શંકાસ્પદ બેઝ ઓઇલ ચોરીનુ હોવાનુ પુરી શક્યતા
પોલિસે ઝડપેલ શંકાસ્પદ બેઝ ઓઇલ ભરેલુ ટેન્કર અનેક રીતે શંકાના દાયરામાં છે. કેમકે પોલિસની ગાડી જોઇ ટેન્કરના ચાલકે અટપટ્ટા રસ્તાઓ પરથી નાશવાનો ભરપુર પ્રયત્ન કર્યો પરંતુ તે ઝડપાઇ ગયો હતો તો ત્યાર બાદ ટેન્કરની તપાસ કરતા ટેન્કર પર તાળપત્રી ઢાકેલ હતી અને ટેન્કર પર આઇ.મોગલ વોટર સપ્લાય લખેલુ હતુ. તો ટેન્કર ઝડપાયા બાદ રાજકીય ભલામણના ફોન પર શરૂ થયા હતા. જો કે પોલિસે તમામ બાબતોને અવગણી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ માટે પુરવઠા વિભાગને જાણ કરી હતી.
શુ પુરવઠા વિભાગ શંકાસ્પદ જથ્થાના મુળ સુધી જશે ?
શંકાસ્પદ બીલ અને આધાર પુરાવા વગરના બેઝ ઓઇલના આ જથ્થાને પોલિસે ફિલ્મી ઢબે ઝડપ્યા બાદ બી-ડીવીઝન પોલિસ સહિત ઉચ્ચ અધિકારીઓને પણ રાજકીય ભલામણ સાથેના ફોન ગયા હતા જો કે પોલિસે કાયદેસર કાર્યવાહી કરી હતી. તો આહીરપટ્ટી વિસ્તારના એક રાજકીય આગેવાન કે જેઓ અગાઉ ખનીજ ચોરીમાં ચોપડે ચડી ગયા છે. તે મોડે સુધી પોલિસ મથકે ચક્કર લગાવતા પણ નઝરે પડ્યા હતા. ત્યારે પોલિસની કાર્યવાહી બાદ હવે રાજકીય વગની પરવા કર્યા વગર આખા મામલાની ઉંડાણ પુર્વકની તપાસ કરવાની જવાબદારી પુરવઠા વિભાગની છે. ત્યારે જોવુ રહ્યુ પુરવઠા વિભાગ આ જથ્થો કોણો હતો અને ક્યાથી આવ્યો કોની શુ ભુમીકા છે. તે અંગે કેટલી ઉંડાણ પુર્વકની તપાસ કરે છે.