કોરોના મહામારી વચ્ચે પણ આજે દેશના 74માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી. દિલ્હીથી લઇ દહેરાદુન અને કાશ્મીરથી લઇ કચ્છ સુધી સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રગાયો છે. ત્યારે આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કચ્છના વિવિધ મંદિરો પણ જોડાયા હતા. અને ભગવાનને દેશભક્તિના રંગમાં રંગી આજે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી. કચ્છમાં આજે જીલ્લાકક્ષાનો ધ્વજવંધન કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો. પરંતુ ભુજના વિવિધ શિવમંદિરો અને ભુજ તથા માંડવી સહિતના સ્વામીનારાયણ મંદિર પણ ભક્તિની સાથે-સાથે રાષ્ટ્રપ્રેમના પર્વમાં જોડાયુ હતુ. અને ભગવાનને ત્રીરંગા રંગમાં રગ્યુ હતુ. ભુજ સુરલપીઠ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથનો સણગાર તીરંગાના રંગમાં કરાયો હતો. તો વડઝર ખાતે બિરાજતા જળેશ્ર્વર મહાદેવના મંદિરમાં પણ શીવલીંગને રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોમાં સણગાર કરાયો હતો તો ભુજ તથા માંડવી સહિત કચ્છના સ્વામીનારાયણ મંદિરોમાં પણ ભગવાનને દેશભક્તિના રંગમાં સણગાર કરાયો હતો. અને રાષ્ટ્રધ્વજ તથા ફુલોના સણગાર સાથે સુંદર સણગાર કરાયો હતો.