Home Crime કચ્છના બાહુબલી ધારાસભ્ય વિરેન્દ્રસિંહના પુત્રની કંપનીએ કરેલી વળતી ફરીયાદે અનેક સવાલો ઉભા...

કચ્છના બાહુબલી ધારાસભ્ય વિરેન્દ્રસિંહના પુત્રની કંપનીએ કરેલી વળતી ફરીયાદે અનેક સવાલો ઉભા કર્યા!

3251
SHARE
કચ્છમાં એક સમયે જ્યારે અદાણી સહિતના ઉદ્યોગો આવ્યા હતા અને તેમની સામે જે રીતે સ્થાનીક ગ્રામજનોના વિરોધ અને વિવાદના કિસ્સાઓ સામે આવ્યા હતા તે જ રીતે કચ્છમાં પાછલા થોડા વર્ષોમાં વિન્ડએનર્જી કંપનીઓના આગમન સાથે વિવાદો સામે આવી રહ્યા છે. નખત્રાણાના ખેડુતોએ કરેલ સામુહીક વિરોધ અને પાલરધુનામાં પવનચક્કી નખાતા થયેલા સામુહિક વિરોધ સિવાય સમુહમાં આવી કંપનીઓ સામે કોઇએ લડત ચલાવી નથી. અને તેનુ કારણ છે. સરકાર અને સ્થાનીક તંત્ર દ્રારા કંપનીઓને મળેલી વિશેષ છુટ અને મની મશલ પાવર વિન્ડ એનર્જી કંપનીઓના ચક્રવ્યુહમાં કોઇ નિહાલ થઇ ગયુ તો કોઇ હજુ પણ ન્યાય માટે ધક્કા ખાઇ રહ્યુ છે. અને તેનુ ઉદાહરણ છે. કચ્છના બહુબલી ધારાસભ્યના પુત્ર ની કંપની અને માણસો સામે થયેલી ફરીયાદ અને ત્યાર બાદ ધારાસભ્યના પુત્રની કંપની દ્રારા સિમેન્સ ગામેશા સામે થયેલી ફરીયાદ કેમકે જે કંપની ધારાસભ્યના પુત્રની કંપનીને પૈસા આપવામાં પાછી પડતી હોય ત્યા કઇ રીતે ન્યાયીક વળતર અને કામ કચ્છમાં કર્યુ હશે તે સમજી શકાય તેવી વાત છે.
જો ધારાસભ્યના પુત્રની કંપનીને આવુ કરવુ પડે તો……
યોગ્ય વળતર ન મળવુ લોકોના વિરોધ વચ્ચે કામ પુર્ણ કરવા માટે સામ-દામ-દંડ ભેદની નિતી અપનાવવી અને જરૂર પડે તંત્રની મિલીભગત સાથે કામ નિચ્છિત સમયે પુર્ણ કરવા મામલે વિવાદના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ કંપનીઓ સામે કોઇ કાર્યવાહી થઇ નથી. ચોક્કસ ધારાસભ્યના પુત્ર અને તેના મળતીયાએ કરેલ કાયદાનો ભંગ અયોગ્ય છે. જે મામલે પોલિસ તપાસ કરશે પરંતુ જો ધારાસભ્યના પુત્રની કંપનીને પૈસા કઢાવવા માટે નાકે દમ આવી જતો હોય તો સામાન્ય પ્રજાને વળતર માટે શુ કરવુ પડ્યુ હશે તે સમજી સકાશે જો કે હજુ ધણા લોકો એવા છે. જેમને કંપનીની મનમાની સામે ન્યાય મળ્યો નથી તો ક્યાક ખેડુતની મરજી વિરૂધ્ધ વિજલાઇન નાંખવાના કિસ્સાઓ પણ કચ્છમાં બન્યા છે. પરંતુ તે માત્ર અરજી બની પોલિસ મથકે ધુળ ખાઇ રહ્યા છે. જો કે પોલિસે ધારાસભ્ય પુત્ર અને કંપની સામે ફરીયાદની હિંમત કરી અન્ય લોકોને કંપનીની મનમાની સામે આગળ આવવા પ્રેરકબળ આપ્યુ છે.તો કંપની પણ હવે વચેટીયાઓ સામે પોલિસના શરણે જતી થશે
પવનચક્કીની ઠંડી હવા ધણા લોકોએ ખાધી
કચ્છમાં પવનચક્કી સ્થાપીત કરી વિજળીની ક્રાન્તી થાય તે માટે સરકારે કંપનીઓને વિશેષ છુટછાટ આપી છે. પરંતુ ગ્રામજનોના વિરોધ અને તંત્ર તરફથી શરૂઆતમાં યોગ્ય મદદ ન મળતા આવી કંપનીઓએ વચેટીયાઓનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ વિરોધ-સમાધાનના અનેક ખેલ માંડવી નખત્રાણા વિસ્તારમાં થયા સામાજીક આગેવાનોના નેજા હેઠળ અને પર્યાવરણ બચાવવાના નામે વિરોધ પણ થયો પરંતુ ત્યાર બાદ બંધ બારણે આવા અનેક મામલાઓ દબાઇ ગયા ક્યાક ખેડુત અને ગ્રામજનોની મજબુરી તો ક્યાક કંપનીની મજબુરીનો લાભ અનેક લોકોએ લીધો અને ઠંડી હવા ખાધી જો કે આવા અસંખ્યા મામલા વચ્ચે ભાગ્યેજ કોઇ મામલા પોલિસ ચોપડે ચડ્યા છે. પરંતુ હવે બાહુબલી ધારાસભ્યના પુત્રની કંપની સામે ધાકધમકીની ફરીયાદ અને ત્યાર બાદ ધારાસભ્ય પુત્રની કંપનીએ સિમેન્સ ગામેશા જેવી મોટી કંપની સામે પોલિસ મથકે ન્યાયની અરજ કરી છે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. કે શુ કચ્છમાં આ હદ્દે સ્થિતી છે
કચ્છના ધણા ખેડુતોએ ગેરકાયેદસર વિજવાયરો અને ટાવર મુદ્દે ફરીયાદ માટે કંપની,પોલિસ,રેવન્યુ કચેરીમાં ચંપલ ધસી નાંખ્યા પરંતુ અંતે સમજાવટ અને સમાધાન કારી વલણ સામે જુકી આ સીસ્ટમનો હિસ્સો બનવો પડ્યો જો કે હવે કચ્છમાં વિન્ડએનર્જીનુ કામ અંતીમ તબક્કામાં છે. પરંતુ સમયજતા અનેક છબરડા,ફરીયાદો પોલિસ અને વહીવટી મથકો સુધી પહોચે તેવી પુરી શક્યતા છે. ધારાસભ્યના પુત્રનો કિસ્સો કદાચ તેની શરૂઆત છે. પરંતુ આવા મામલાની ઉંડી તપાસ થાય તો અનેક છબરડા બહાર આવે તેમ છે. પરંતુ કચ્છ માટે કમનશીબી કહેવાય કે જ્યા ધારાસભ્ય ને સંકળતા કિસ્સામાં આબરૂ બચાવવા સાથે ન્યાય મેળવવા પોલિસ મથક સુધી ફરીયાદ માટે પહોચવુ પડે જો કે કંપનીઓમાં કામ મેળવવા મામલે સોરાષ્ટ્રના એક નેતાનુ નામ હમણા ઉછળ્યુ હતુ તે રીતે હવે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ તેમના પરિવારનુ નામ કંંપનીઓમાં કામ રાખવા મુદ્દે ચર્ચામા આવ્યુ છે