શિસ્તબંધ મનાતી ભારતીય જનતા પાર્ટીમાં અનેકવાર એવુ થયુ છે. કે પાર્ટીની વિરૂધ્ધ જઇ બળવાખોરી થઇ હોય અને છંતા પણ તેમની સામે કોઇ કાર્યવાહી થઇ ન હોય પરંતુ તેમાં બેવડા માપદંડો છે. અને પાર્ટીની જરૂરીયાત અને તેના કદ મુજબ તેની સામે કાર્યવાહી થાય છે. તાજેતરમાંજ રાજ્યની વિવિધ પાલિકાઓમાં ટર્મ પુરી થતા નવા-પ્રમુખ-ઉપપ્રમુખની વરણી યોજાઇ હતી જેમાં ભચાઉ અને રાપર પાલિકાના સુકાની પણ બદલ્યા હતા. જો કે નવાઇ વચ્ચે પાર્ટીના મેન્ડેડ છંતા ભાજપ-અને કોગ્રેસના બળવાખોર સભ્યોએ વિરૂધ્ધમાં જઇ મનપંસદ હોદ્દેદારોની વરણી કરી નાંખી જો કે તેના ધેરા પ્રત્યાધાત પડ્યા છે. અને પ્રદેશ ભાજપે આજે કચ્છ સાથે રાજ્યની પાલિકામાં બળવો કરનાર સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં રાપરના 13 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. જેની યાદી નિચે મુજબ છે
કાર્યવાહીમાં બેવડા માંપદડ APMC ના બળવાખોરનુ શુ ?
એક તરફ પાર્ટી મેન્ડેડ વિરૂધ્ધ જઇ રાપરમાં થયેલી નિમણુંક સંદર્ભે ભાજપે આકરી કામગીરી કરી છે. પરંતુ બીજી તરફ થોડા સમય પહેલા જ કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલની ભુજ APMC માં પ્રમુખની વરણી સમયે ભાજપનાજ સભ્યોએ તેમને હરાવવા માટે પ્રયત્નો કર્યા હતા. આ નિમણુકમાં પણ પાર્ટીનોજ આદેશ હતો છંતા પણ સભ્યોએ કેશુભાઇ પટેલ વિરૂધ્ધ મતદાન કર્યુ હતુ. જો કે પાર્ટીએ નોટીસ આપી તેનો ખુલાસો પુછ્યો હતો. પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી થઇ નથી ત્યારે ભાજપમાં પણ આ વાતનો ગણગણાટ છે. કે શા માટે APMC માં બળવો કરનાર લોકો સામે કાર્યવાહી નહી કેમકે ત્યા તો સીધો જીલ્લા પ્રમુખ સામે સભ્યોએ બળવો કરી પાર્ટીની શાખ ખરાબ કરી હતી.
શિસ્તતાની વાતો વચ્ચે કચ્છ ભાજપમાં આંતરીક જુથ્થવાદ અને વાલદવલાની નિતી જગજાહેર છે. અગાઉ પણ ભુતકાળમાં ધણા એવા કિસ્સા છે. જેમાં એક સામે કાર્યવાહી થઇ હોય અને અન્યની ગુન્હાહીત પ્રવૃતિમાં પણ સંડોવણી હોવા છંતા તેમને હોદ્દા આપ્યા હોય ત્યારે પ્રદેશની આ કાર્યવાહીની પ્રસંશા સાથે કાર્યક્રરોના મનમાં પ્રશ્ર્ન પણ છે. કે APMC ના બળવાખોરો શુ?