માંડવી નજીક ધોળા દિવસે આજે કારમાં સવાર ભુજના બે જમીન ધંધાર્થી પર ફાયરીંગની ધટનાએ ચકચાર સર્જી છે. ભુજના યાકુબ અહમદ ખત્રી તથા પ્રકાશ હરિલાલ સિંધવ માંડવી નલિયા માર્ગ પર પોતાની કારમાં હતા ત્યારેજ કાર પર ફાયરીંગ થયુ હતુ. જો કે સદ્દનશીબે ફાયરીંગની ઘટનામાં કોઇને ગંભીર પ્રકારની ઇઝાઓ પહોચી નથી. પરંતુ ધટનાની જાણ થતા માંડવી પોલિસનો મોટો કાફલો ધટના સ્થળે ધસી ગયો હતો પોલિસ તરફથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ માંડવીનાજ વિક્રમ દેવાભાઇ ભાટીયા નામના શખ્સો ફાયરીંગ કર્યુ છે. અને જમીન અદાવત આ ફાયરીંગ કરવા પાછળ કારણભુત છે. જો કે પોલિસે ગણતરીની મીનીટોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ભુજના જમીન ધંર્ધાર્થી અને રાજકીય પાર્ટી સાથે પણ નજીકનો સંબધ ધરાવતા બે વેપારીઓ પર ફાયરીંગની ધટનાથી ચકચાર ફેલાઇ છે. જો કે હજુ સુધી ધટનાના આટલા કલાકો પછી પોલિસ આ અંગે સત્તાવાર માહિતી આપવામાં અસમર્થ રહ્યુ હતુ. પરંતુ પોલિસના ઉચ્ચ અધિકારીઓ પર તપાસમાં જોડાયા હતા. માંડવી નલિયા હાઇવે પર આવેલી એક સોસાયટીની જમીનને લઇને વિવાદ હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. પરંતુ સત્તાવારી રીતે પોલિસ મથકે ગુન્હો નોંધી તપાસ આરંભી છે. યાકુબ ખત્રી અગાઉ ભુજમાં કાઉન્સીલ અને કોગ્રેસમાં હોદ્દેદાર રહી ચુક્યા છે. પોલિસે ક્યા હથિયાર વડે ફાયરીંગ થયુ અને જમીનનો મુળ શુ વિવાદ છે. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.