Home Special ભુજનુ હ્દય હમિરસર છલકાયુ પણ ફેંફસામાં ભરાયેલા ગટરના પાણી-જળકુંભી ક્યારે દુર થશે?

ભુજનુ હ્દય હમિરસર છલકાયુ પણ ફેંફસામાં ભરાયેલા ગટરના પાણી-જળકુંભી ક્યારે દુર થશે?

986
SHARE
ભુજના ઐતિહાસીક તળાવ અને તેની સાથે લોકોની જોડાયેલી યાદો અને લાગણી પર કેટલાય પુસ્તકો લખાય તેમ છે. સુખ-દુખ અને ઉત્સવના અનેક તહેવારો ને લોકોએ તેના કિનારે વાગોળ્યો છે. પાણી તરસ્યા કચ્છમાં પાણીની કિંમત શુ છે. તેનુ પ્રતિબીંબ કચ્છનુ હમિરસર તળાવ છે. અને તેથીજ કચ્છમાં કેટલો વરસાદ પડ્યો તેની પારાસીસી લોકો હમિરસર તળાવ છલકાય તેના પરથી નક્કી કરે છે. જો કે આજે ઉન્માદ અને હમિરસર વધામણીના ઉંમગ વચ્ચે એક દુખદ વાસ્તવિકતા પણ સામે આવી એક તરફ જ્યા હમિરસર તળાવ છલકાતા તેને વાજતે ગાજતે વધાવાયુ હતુ પરંતુ બીજી તરફ સતત ઉપેક્ષા પછી ગટર તળાવમાં ફેરવાઇ ગયેલા અને જળકુંભીથી ખેતર જેવા દેખાતા હમિરસર જેવુજ ઐતિહાસીક તળાવ દેશલસર તળાવને પણ નગરપાલિકાના નેતાઓએ કોઇ શરમ વગર વધાવી નાંખ્યુ..
5 વર્ષે છલકાયેલા તળાવ જોઇ હૈયા હરખાયા
થોડોક વરસાદ પડે અને લોકો પુછે મોટાબંધ અને હમિરસરની આવ ચાલુ થઇ આટલી અપાર લાગણી જે તળાવ પર લોકોને હોય તે તળાવનુ મહત્વ વર્ષોથી વિશેષ રહ્યુ છે. અને તેથીજ 5 વર્ષ બાદ તળાવ સંપુર્ણ છલકાતા ભુજમાં આજે દિવાળી જેવો માહોલ હતો કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં જોડાઇ ન શકયા પરંતુ નગરપાલિકાના પ્રતિનીધીઓ,રાજવી પરિવારના પ્રતિનીધી અને શહેરના પ્રબુધ્ધ નાગરીકો આજની ઉજવણીમાં જોડાયા હતા અને હૈયામાં હરખ સાથે હમિરસર તળાવને વધાવ્યુ હતુ. જો કે મુન્દ્રામાં ધારાસભ્યની હાજરીમાં એક યુવાન ડુબ્યા બાદ આજે નોળીયેર શોધવાની વિધી ભુજમાં ન થઇ હતી. પરંતુ ત્યાથી અવર-જવર કરતા તમામ લોકો હમિરસરના લહેરાતા પાણીને જોઇ હૈયે હરખાતા હતા.
ગુજરાતનુ એકમાત્ર તળાવ જ્યા ગટરના પાણી વધાવાયા
ગુજરાત અને કચ્છમાં જળસંચયની વાતો થાય છે. અને કામો પણ થયા છે પાણી માટે વલખા મારતા કચ્છમાં પાણીનુ વિશેષ મહત્વ પણ છે. અને તેથીજ તળાવો-ડેમ પ્રત્યે લોકોની લાગણી જોડાયેલી છે. પરંતુ દુર્ભાગ્યપુર્ણ રીતે હમિરસર તળાવ જેટલુજ ઐતિહાસીર ધાર્મીક મહત્વ ધરાવતા દેશલસર તળાવની લાંબા સમયથી અવદશા છે. અનેક-રજુઆત લડત થઇ, અસંખ્યવાર મિડીયા અહેવાલથી અસર થાય તેવા દાવાઓ પોકડ સાબિત થયા કચ્છના તમામ ધારાસભ્ય-સાંસદો આ વાતથી વાકેફ છે. પરંતુ અફસોસ વચ્ચે દેશલસર તળાવની સ્થિતી સુધરવાના બદલે વધુ દયનિય બનતી ગઇ છે. અને તે વચ્ચે પ્રસિધ્ધી ભુખ્યા નેતાઓ કોઇપણ શરમ વગર પરંપરાના નામે ગટરના પાણીને વધાવી આવ્યા આવીજ સ્થિતી રાજકોટ મુખ્યમંત્રીના હોમટાઉનમાં હતી જેનો ઉકેલ થોડાક દિવસોમાંજ આવી ગયો પરંતુ ભુજના આ તળાવની દશા વર્ષોથી સુધરી નથી
હમિરસર તળાવ છલકાવાની ખુશી વચ્ચે કદાચ લોકોને આ તળાવની દુર્દશા પર કરાયેલ કટાક્ષ નહી ગમે પરંતુ ખરેખર શરમજનક ધટના કહેવાય કે એકજ શહેરમાં આવેલા બે ઐતિહાસીક તળાવોની સ્થિતી વચ્ચે આટલો ભેદ હોઇ શકે કારણ જે કોણ પણ હોય પરંતુ કચ્છના તંત્ર,ચુંટાયેલા પ્રતિનીધીઓ અને પાણીના મહત્વને સમજતા દરેક લોકો માટે આજની દેશલસર તળાવની સ્થિતી શરમજનક બાબત છે. અહેવાલની અસર કેટલી થશે તે લખનાર નથી જાણતો પરંતુ તેના માટેના પ્રયત્નો નૈતીક ફરજ સમજી ચાલુ રહેશે….