Home Crime આદર્શ ગામ ‘કુનરીયા’ ના સરપંચનો ભાઇ ખનીજ ચોરી કરતો હતો 5 સામે...

આદર્શ ગામ ‘કુનરીયા’ ના સરપંચનો ભાઇ ખનીજ ચોરી કરતો હતો 5 સામે અંતે ફોજદારી

2988
SHARE
લગાન-મોહે-જો-દરો જેવી ફિલ્મના શુટીંગથી પ્રખ્યાત કચ્છના કુનરીયા ગામથી ભાગ્યેજ કોઇ અજાણ હશે તેમાય વડી ગામના યુવા સરપંચ અને સરપંચ સંગઠનના પ્રમુખ એવા સુરેશ છાંગાની ગામ વિકાસ માટેની પ્રવૃતિની નોંધ મુખ્યમંત્રી અને દિલ્હી સુધી છે. પરંતુ હમેંશા સારા કામ માટે ચર્ચામાં રહેતા કુનરીયા ગામનુ નામ ખનીજ ચોરીના કિસ્સામાં ચર્ચામાં આવ્યુ છે. અને ખાણ ખનીજ વિભાગે આ મામલે 5 લોકો વિરૂધ્ધ પોલિસ ફરીયાદ નોંધાવી છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે લાંબા સમયથી ચાલતા આ ખનીજ ચોરી પ્રકરણમાં સરપંચ સુરેશ છાંગાના સગાભાઇ અરૂણ ગોપાલ છાંગા ની પણ સંડોવણી ખુલ્લી છે. અને ખાણ ખનીજ વિભાગે 22.56 લાખની ખનીજ ચોરી મામલે સરપંચના ભાઇ સહિત 5 શખ્સો સામે ફરીયાદ નોંધી છે.
જાગૃત સરપંચ ખનીજચોરી મામલે અજાણ હતા
જુલાઇ મહિનામાં બોર્ડર રેન્જ આર.આર .સેલએ કુનરીયા ગામની નદીના પટમાંથી રેતીચોરીનુ કારસ્તાન ઝડપ્યુ હતુ. જેની તપાસ કરતા ખાણખનીજ વિભાગ આ મામલે તપાસ શરૂ કરી હતી. અને તપાસના અંતે 6029 મેટ્રીક ટન રેતી ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી વિવિધ કલ્મો તળે ખાણ ખનીજ વિભાગે 22.56 લાખની રેતીચોરી મામલે સરપંચના ભાઇ અરૂણ ગોપાલ છાંગા,મિતેશ આહિર,ધનજી આહિર,ભાવેશ ખાસા અને હરિ ડાંગર સામે ફરીયાદ નોંધી છે. જો કે સમગ્ર કિસ્સામાં નવાઇની વાત એ છે. કે જે ગામના સરપંચની આદર્શ ગ્રામના નિર્માણ સાથે અનોખી પહેલની સરકાર નોંધ લેતી હોય તેવામા શુ સરપંચ પોતાના ભાઇનાજ કારસ્તાનથી શુ વાકેફ ન હતા ?
કચ્છમાં સારા વરસાદ બાદ રેતી ચોરીના કારસ્તાનનુ પ્રમાણ વધે છે. પરંતુ તે પહેલા ખાણખનીજ વિભાગે રાજકીય કનેકશન સાથેના પ્રકરણમાં કરેલી કાર્યવાહીથી ચોક્કસ આવા તત્વો માટે સબક બનશે જો કે હમેંશા સારા કામે માટે ચર્ચામાં રહેતા કુનરીયા ગામના સરપંચના ભાઇ દ્રારા થતી ખનીજ ચોરીના મામલામાં ફરીયાદ થતા સમગ્ર દિવસ દરમ્યાન આ કિસ્સાની ચર્ચા રહી