ભુજ તાલુકાના લોરીયા ગામની સીમમાં JCB સળગાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. L&T કંપનીનુ કામ કરી રહેલા નારાણ દેવરાજ ગઢવીને ફોન આવ્યો હતો કે તમે જે કંપનીનુ કામ કરો છો તે બંધ કરી નાંખો અમારે વડતર બાકી છે. નહી તો વાહનો તોડી નાંખશુ અને ત્યાર બાદ JCB સળગાવી દેવાયુ જો કે આ મામલે ફરીયાદી નારાણ ગઢવીએ બી-ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે. 11 તારીખે નારાણભાઇને રાત્રે 9316317629 નબંર પરથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો. અને મહિપતસિંહ બોલુ છે. તેમ કહી કમ બંધ કરી દેવા ધમકી અપાઇ હતી. વડતર મુદ્દે ધમકી ભર્યો ફોન આવ્યા બાદ તારીખ 12 ના નારાણભાઇના ડ્રાઇવર કાનજી દેવકરણ ચાડનો ફોન આવ્યો હતો કે આપણુ JCB સળગાવી દેવાયુ છે. સ્થળ પર જઇ મજુરો તથા ડ્રાઇવરને પુછપરછ કરતા કોઇ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ જો કે એક દિવસ પહેલા આવેલા ધમકી ભર્યા ફોન વાડા મહિપતસિંહ સામે આ મામલે ફરીયાદ નોંધાઇ છે. જે મામલે બી-ડીવીઝન પોલિસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમીક તપાસમાં વડતર મુદ્દે કંપનીનુ કામ બંધ કરાવવાની ધમકી બાદ સાધનો સળગાવી દેવાયાનુ સામે આવ્યુ છે. પરંતુ પોલિસે ફોન નંબરના આધારે આ મામલાની વધુ તપાસ હાથ ધરી JCB કોણે સળગાવ્યુ તે મામલાની તપાસ શરૂ કરી છે.