Home Current અબડાસાના PM ફરી ધારાસભ્ય બને કે ન બને પણ CM(કોમનમેન) કાયમ રહેશે!

    અબડાસાના PM ફરી ધારાસભ્ય બને કે ન બને પણ CM(કોમનમેન) કાયમ રહેશે!

    3431
    SHARE

    પી.એમના હુલામણા નામે જાણીતા અબડાસાના કોગ્રેસના પુર્વ ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા હવે પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાઇ ગયા છે. જો કે તેમનો પક્ષ ભલે બદલાયો હોય પરંતુ તેમની કોમનમેન તરીકેની છબી તેઓએ જાળવી રાખી છે. અગાઉ પણ જ્યારે તેઓ કોગ્રેસના સીમ્બોલ પરથી ચુંટણીમાં વિજયી થયા હતા ત્યારે પણ કોગ્રેસ કરતા તેમની વ્યક્તિગત છબીએ જીત માટેની મહત્વની ભુમીકા ભજવી હતી. જો કે ફરી તેઓ ચર્ચામાંજ છે. કેમકે અબડાસા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે તેઓ નિશ્ર્ચિત છે. હા તેઓ જીતીને ફરી ધારાસભ્ય બનશે કે નહી તે નિશ્ર્ચિત નથી પરંતુ આજે રાજકીય ચુંટણીજંગની નહી પરંતુ તેમની વ્યક્તિગત સારા પરિબળની વાત કરવી છે

    રોડ સેફ્ટીની જાગૃતિએ તેમને ફરી CM(કોમનમેન)સાબિત કર્યા

    સામાજીક-ધાર્મીક પ્રસંગ હોય કે સુખ-દુખમાં સહભાગી થવાનુ હોય ધારાસભ્ય ન હતા તે પહેલા પણ તેમની હાજરી ચોક્કસ અબડાસા લખપત નખત્રાણા વિસ્તારના વિવિધ ગામોમાં અચુક હોય તો પોતાના પ્રવાસ દરમ્યાન પણ તેઓ રસ્તામાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદે અનેકવાર આવ્યા છે. તો અબોલ પશુઓની મદદને લઇને પણ તેઓ ચર્ચામા રહ્યા છે. હા એ અલગ વાત છે. કે મોરના મોત મામલે તેઓ હમણા મૌન છે પરંતુ ફરી એક વાર તેઓ સામાન્ય બાબતને લઇને ચર્ચામાં આવ્યા છે. પોતાના રાત્રી પ્રવાસ દરમ્યાન તેઓ જઇ રહ્યા હતા ત્યારે લાઇટ રીફ્લેક્ટર વગરના એક છકડા ચાલકને ઉભા રાખી તેને રોડસેફ્ટી અંગેની સમજ આપી હતી અને પોતાના કારમાં પડેલ રીફલેક્ટર પણ જાતે લગાવ્યુ હતુ.

    પક્ષપલ્ટો કરી ભલે પદ્યુમનસિંહ જાડેજા રાજકીય ક્ષેત્રે ચર્ચામાં હોય પરંતુ ધારાસભ્ય ન હોવા છંતા પણ તેમને પ્રજાની ચિંતા કરી છે અને સત્તાપર ન હોવા છંતા તેમના પુર્વ મતક્ષેત્રમાં તેઓ વિકાસ કામ તો કરી જ રહ્યા છે. પરંતુ રાજકીય હોદ્દા વગર પણ તેમની જે CM(કોમનમેન) ની છાપ છે. તે જાળવી રાખી છે. તેમાં રોડસેફ્ટીની જાગૃતિનો કિસ્સો પરથી ચોક્કસ માની શકાય…