Home Crime વાગડનો લિસ્ટેટ બુટલેગર હરિસિંહ ફરી દારૂના જથ્થા સાથે ઝડપાયો 3 ગુન્હામાં હતો...

વાગડનો લિસ્ટેટ બુટલેગર હરિસિંહ ફરી દારૂના જથ્થા સાથે ઝડપાયો 3 ગુન્હામાં હતો ફરાર

1022
SHARE
પુર્વ કચ્છમાં એક તરફ જ્યા પોલિસ અધિકારીઓ બદલાતા ફરી મોટા દારૂના જથ્થા સાથેની ખેપ પકડાઇ રહી છે. ત્યા અગાઉના ગુન્હામાં ફરાર આરોપીને શોધવા માટેની ખાસ ડ્રાઇવ પણ ચાલુ છે. ત્યારે બોર્ડર રેન્‍જ કચ્છની ટીમે આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. હરિસિહં સામે વર્ષ 2019માં 3 ગુન્હા નોંધાયા હતા જેમાં તે ફરાર હતો જેને પકડવા માટે બોર્ડર રેન્જની ટીમ પેટ્રોલીંગમા હતી ત્યારેજ આડેસર પોલિસ મથકની હદ્દમાં ઝડપાયેલા લાખો રૂપીયાના દારૂના કિસ્સા સહિત 3 ગુન્હામાં ફરાર આરોપી વધુ દારૂના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો હરીસિંહ જોરૂભા વાઘેલા- ઉ.વ. ૩૮ રહે. દરબારગઢ કિડીયાનગર વાડો 3 ગુન્હામાં ફરાર છે. તે દારૂના જથ્થા સાથે ફરી ઝડપાયો છે. બોર્ડર રેન્જની ટીમે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૪૪ તથા ૧૮૦ એમ.એલ. ના કવાટરીયા નંગ-૨૪૯ તથા બીયર ટીન નંગ-૬૫ તથા ૩૭૫ એમ.એલ ના કવાટરીયા નંગ- ૧૬ એમ કુલ કિ.રૂા. ૮૮,૭૭૫/-ની કિંમતના દારૂના જથ્થા સહિત કુલ્લ કિ.રૂ. ૮૯,૭૭૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી આડેસર પોલિસના હવાલે કર્યો છે. જો કે પોલિસની અસરકારક કામગીરીની વાતો વચ્ચે પણ કચ્છમાં દારૂના મોટા જથ્થાને ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે પોલિસ વધુ કડક કામગીરી કરે તે જરૂરી છે.