9 તારીખે મુન્દ્રાથી મુંબઇ કરોડો રૂપીયાના પિસ્તાનો જથ્થો લઇ જઇ રહેલા કન્ટેનર ટ્રકની બંધુકની અણીએ લુંટ કરવાના કેસમાં અંતે પોલિસે ભેદ ઉકેલી નાંખ્યો છે. એક શગીરની પુછપરછ પછી સમગ્ર લુંટનો ભેદ ઉકેલાયો છે. જેમાં મુખ્ય સુત્રધારની પોલિસે 1.33 કરોડના પિસ્તાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મુખ્ય સુત્રધાર એવા રિકીરાજસિંહ લગધીરસિંહ સિંગલ રહે ગુંદાલા રોડ-મુન્દ્રા એ તપાસમાં કેફીયત આપી છે. કે લુંટની આ ઘટનામાં 9 લોકોની સંડોવણી છે. જે આધારે પોલિસે તપાસ શરૂ કરી છે. તો પોલિસની તપાસ અને આરોપીની પુછપરછમાં કેટલાક પોલિસ કર્મચારીની સંડોવણી ખુલ્લે તેવી શક્યતાના પગલે આઇ.જી સાહેબની સુચના મુજબ પુર્વ કચ્છની મહત્વની એજન્સીઓ પણ તપાસમાં ઉંડાણપુર્વક જોડાઇ છે.. દિલ્હીથી મુન્દ્રા અને ત્યાર બાદ પિસ્તા લઇ મુંબઇ જવા નિકળેલા લવકુશ રામસિંહ નિશાદ એક કન્ટેનર ટ્રેલરમાં 9 તારીખે જઇ રહ્યો હતો ત્યારે રાત્રે અજાણ્યા શખ્સોએ બંધુક જેવી વસ્તુ દેખાડી લુંટ ચલાવી હતી. અને 1.44 કરોડ રૂપીયાના પિસ્તા ભરેલુ ટ્રેલર લઇ ફરાર થઇ ગયા હતા જે બાબતની ફરીયાદ બાદ પુર્વ કચ્છની મહત્વની એજન્સીઓ તેની તપાસમાં જોડાઇ હતી.પુર્વ કચ્છની મહત્વની એજન્સીઓની તપાસમાં એક શગીર શંકાના દાયરામાં આવ્યો હતો જેની તપાસ કરતા મુખ્ય સુત્રધાર એવા રિકીરાજસિંહ લગધીરસિંહ સિંગલ રહે મુન્દ્રાની પોલિસે ધરપકડ કરી હતી અને 7 દિવસની રીમાન્ડ મેળવ્યા હતા.. પોલિસના પ્રાથમીક તપાસમાં 9 જેટલા શખ્સોએ આ ધટનાને અંજામ આપવામાં ભુમીકા ભજવી હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલિસે તેની તપાસ શરૂ કરી છે. પ્રાથમીક તપાસમાં પોલિસના કેટલાક કર્મચારીની સંડોવણી પણ આ ચકચારી લુંટકેસમાં ખુલે તેવી શક્યતાના પગલે પોલિસે તેમની ભુમીકા અંગે પણ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ પિસ્તાની લુંટ બાદ દહેગામ સ્થિત એક ગોડાઉનમાં લુંટમાં ગયેલ પિસ્તાનો જથ્થો રાખ્યો હતો જે પૈકી 1.33 કરોડનો જથ્થો પોલિસે જપ્ત કર્યો છે. અને આગળની તપાસમાં અન્ય સાગરીતોની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે.